News Updates
GUJARATRAJKOT

રાજકોટમાં રૂ.1.70 લાખના 1.62 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે પ્રૌઢની કાર-બાઈક પડાવી લીધી, પોલીસે તપાસ હાથ ધરી

Spread the love

વ્યાજખોરીના દુષ્ણને ડામવા પોલીસ લોકદરબાર સહિતના કાર્યક્રમો થયા, છતાં વ્યાજ વસૂલનાર આવા શખસોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. શહેરના આનંદનગર કોલોની વિસ્તારમાં રહેતા પ્રૌઢ આનંદનગર ક્વાર્ટરમાં રહેતા શખસ પાસેથી રૂપિયા 1.70 લાખ વ્યાજે લીધા બાદ રૂ.1.62 લાખની રકમ ચૂકવી દીધી હતી. છતાં આ શખસ હજુ રૂપિયા 1.20 લાખની પઠાણી ઉઘરાણી કરી પ્રૌઢની કાર અને બાઈક બળજબરીથી પડાવી ગયો હતો તેમજ તેને ધમકી આપતા કંટાળી પ્રૌઢે ફરિયાદ નોંધાવી હતી.

મિની ઘરઘંટીના ધંધા માટે રૂપિયા વ્યાજે લીધા
​​​​​​​
શહેરના આનંદનગર કોલોની નીલકંઠ સિનેમા પાસે દેવપરા શાકમાર્કેટ પાછળ કાળા પથ્થરના ક્વાર્ટરમાં રહેતા શૈલેષભાઈ રામજીભાઈ વાઘસણા (ઉં.વ.53) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદનગર ક્વાટર્સમાં રહેતા સલીમ કાતરનું નામ આપવામાં આવ્યું છે. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ફેબ્રિકેશનનું મજૂરી કામ કરે છે. આજથી 8 મહિના પૂર્વે તેમને મિની ઘરઘંટીના ધંધા માટે તથા ફેબ્રિકેશનના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોય જેથી આનંદનગર ક્વાર્ટરમાં રહેતા સલીમ કાતરને ઓળખતા હોય તેને વાત કરી હતી.

1.70 લાખ 10 ટકા લેખે વ્યાજે લીધા હતા
​​​​​​​
સલીમ કાતરે 10 ટકાના વ્યાજે રકમ આપવાની વાત કરતા ફરિયાદીએ હા કહી હતી. બાદમાં પ્રોઢે તેની પાસેથી કટકે કટકે કરી કુલ રૂપિયા 1.70 લાખ 10 ટકા લેખે વ્યાજે લીધા હતા. જે પેટે તેઓ દર મહિને રૂ.14,000નું વ્યાજ ચૂકવતા હતા. ત્યારબાદ મહિના પૂર્વે 20,000 તેમણે પોતાના મોટાભાઈ પાસેથી લઈ સલીમને આપ્યા હતા. બાદમાં ભક્તિનગર સર્કલ પાસે નાગરિક બેંકમાં સવા બે તોલાની સોનાની હાશડી ગીરવે પડી હોય 15 દિવસ પૂર્વે આ સોનાની હાંસડી આનંદનગરમાં રહેતા નિલેશ મહાજન પાસે બળજબરી પૂર્વક 88,500 વેચાવી દઈ લોન ભરપાઈ કરી બાકીના નીકળતા રૂપિયા 30,000 પણ આ સલીમ વ્યાજ પેટે લઈ ગયો હતો.

આરોપી સલીમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી
ફરિયાદી દર મહિને વ્યાજ ચૂકવતા હોવા છતાં સલીમ અવારનવાર તેમના ઘરે આવી ડેલી ખખડાવી ધાકધમકી આપી વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો. ફરિયાદી અત્યારસુધીમાં તેને રૂપિયા 1.62 લાખ ચૂકવી દીધા હોય છતાં હજુ તે રૂપિયા 1.20 લાખની વધુ માગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. એટલું જ નહીં આ શખસે પંદર દિવસ પૂર્વે ફરિયાદી દેવપરામાં કામ પર ગયો હતો અને તેમણે પોતાની અલ્ટો કાર અહીં દેવપરાના ચોક પાસે રાખી હોય સલીમ ધરાર તે કાર પડાવીને લઈ ગયો હતો. તેમજ ફરિયાદીનો પુત્ર ગોંડલ રોડ પર બૂલેટના શોરૂમમાં નોકરી કરતો હોય સલીમે અહીં પહોંચી તેની પાસેથી બાઈક પણ બળજબરીથી પડાવી લીધું હતું. અંતે કંટાળી જઈ પ્રૌઢ આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે મની લેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી સલીમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Spread the love

Related posts

ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ શું શું કાળજી તે અંગે ખેતી નિયામકે ખેડૂતોને માર્ગદર્શ આપ્યું

Team News Updates

અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ ફાટી નીકળી:નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઊઠી; કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Team News Updates

ઇતિહાસ અને શાસ્ત્રોમાંથી શીખો પ્રેમની સ્વતંત્રતા:રાધા-કૃષ્ણ, ઋષિ અગસ્ત્ય અને લોપામુદ્રાએ જણાવ્યો પ્રેમનો અર્થ

Team News Updates