News Updates
RAJKOT

રાજકોટવાસીઓને રાહત:સૌની યોજના હેઠળ ન્યારી-1માં 102 MCFT નર્મદાનાં નીર ઠલવાયા, આગામી સપ્તાહમાં આજીડેમમાં આવશે નવા નીર

Spread the love

ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભર ઉનાળે પાણીની તંગી નિવારવા સૌની યોજના દ્વારા નર્મદાનાં નીર આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં ચોમાસુ ખેંચાય તો પણ પાણીની મુશ્કેલી પડે નહીં તે માટે મનપા દ્વારા આજી અને ન્યારીડેમમાં આ યોજના હેઠળ નર્મદાના નીર આપવા માંગ કરાઈ હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ ન્યારી-1માં 102 MCFT નર્મદાનાં નીર ઠલવાયા છે. જ્યારે આગામી સપ્તાહમાં આજીડેમમાં પણ નવા નીર ઠાલવવામાં આવનાર છે.

અત્યાર સુધીમાં 102 MCFT પાણી ઠલવાયું
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં સૌની યોજનાનું પાણી ન્યારી ડેમમાં ઠલવવાનું ચાલુ છે. ધીમે ધીમે 102 MCFT પાણીની આવક થઇ છે. મનપાનાં વોટર વર્કસ વિભાગના જણાવ્યા મુજબ રાજય સરકાર પાસે આજી-1 તેમજ ન્યારી-1 ડેમ માટે સૌની યોજનાનું પાણી માંગ્યું હતું. જે અંતર્ગત તાજેતરમાં ન્યારીમાં પાણીની આવક શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 102 MCFT પાણી ઠલવાઇ ચૂક્યું છે. જ્યારે આજી-1 ડેમમાં આગામી સપ્તાહથી સૌની યોજનાનું પાણી શરૂ થાય તેવું મનપાને સરકાર તરફથી જાણવા મળ્યું છે.

જીમાં આવતા સપ્તાહથી જળ જથ્થો શરૂ થવાની શકયતા
​​​​​​​
25 ફુટના આજી ડેમમાંથી રાજકોટને તા.4 જુલાઇ સુધી પાણી મળે તેમ છે. કુલ 1187 એમસીએફટીની ક્ષમતા સામે હાલ ડેમમાં 16.31 ફુટ એટલે કે 543 MCFTનો જથ્થો છે. જેમાંથી દરરોજ 4 MCFT જેટલું પાણી માત્ર વેસ્ટ ઝોન માટે ઉપાડવામાં આવે છે. જેને લઈને રાજ્ય સરકારને મેનાં અંત સુધીમાં નર્મદાનાં નીર આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આજીડેમમાં હજુ આવક શરૂ થઇ નથી, છતાં ચાલુ મહિનો કોઇ મુશ્કેલી નથી તેવું તંત્ર કહે છે. કમિશ્નરે રાજય સરકારને લખેલા પત્રમાં ઓગષ્ટ સુધીની વિતરણ વ્યવસ્થા માટે પાણીનો જથ્થો માંગ્યો હતો. ત્યારે આજીમાં આવતા સપ્તાહથી જળ જથ્થો શરૂ થાય તેવી શકયતા છે.

ડેમોની હાલની સ્થિતિ

આજી-119.85 ફુટ403 એમસીએફટી
ન્યારી-116.40 ફુટ543 એમસીએફટી
ભાદર-119.20 ફુટ1722 એમસીએફટી

​​​​


Spread the love

Related posts

રાજકોટની આજીડેમ પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી: પી.આઈ. એલ.એલ. ચાવડાને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો રૂ. ૫ હજારનો દંડ

Team News Updates

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Team News Updates

રાજકોટ માં વધુ એક અંધશ્રદ્ધા નો કિસ્સો આવ્યો સામે…

Team News Updates