સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે.
રાજ્યમાં હજી પણ માવઠાનું સંકટ યથાવત રહેશે. ખેડૂતોના માથે હજી ત્રણ દિવસ માવઠાના વાદળ ઘેરાયેલા રહેશે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે. આગામી 48 કલાકમાં તાપમાનના પારામાં 2થી ચાર ડિગ્રીનો વધારો થશે.
હવામાન વિભાગે આગામી દિવસમાં ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે. આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધવાની આગાહી છે.