રાજ્યમાં 7મી મે એ તલાટીની પરીક્ષા યોજાશે. જેમા 8.19 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. GPSSBના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ કે પરીક્ષામાં ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. રાજ્યમાં 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે
રાજયમાં આગામી 7 મે રવિવારે યોજાનાર તલાટીની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ બની ગયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે. ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા ગુજરાતમાં યોજાશે. ઉમેદવારોના કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. રાજ્યમાં 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે.
પોલીસ અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ પરીક્ષામાં સતત નજર રાખશે. ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે એસટી અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેરરીતિ અંગે ઉમેદવારો 100 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે. પરીક્ષા પાસ થયા બાદ નિમણૂંક સમયે પરીક્ષા સમયની વીડિયોગ્રાફી મેચ કરાશે.
પરીક્ષા આપનારની જ નિમણુંક થઇ છે કે કેમ તેની તપાસ થશે. ડમી ઉમેદવારોને કેવીરીતે પકડવા તે અંગેની ટ્રેનિંગ પણ અપાઈ છે. હાજર થવા પર ઉમેદવારોના હાથની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. તલાટીની પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષે દાવો કર્યો હતો.