News Updates
RAJKOT

રંગીલા રાજકોટમાં એક્વા યોગા:3 સ્વિમિંગ પૂલમાં રાજકોટિયન 200 મહિલાઓએ યોગ કર્યા, 8 વર્ષથી માંડી 75 વર્ષના વૃદ્ધા જોડાયા

Spread the love

રંગીલા રાજકોટની એક આગવી ઓળખ છે. કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં કઈક અલગ કરવુ એ રાજકોટ શહેરની આગવી ઓળખ રહી છે. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મનપા દ્વારા સતત પાંચમા વર્ષે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સ્વિમિંગ પુલ પર 200 થી વધુ મહિલાઓએ પાણીમાં યોગ કરી આજના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાની 8 વર્ષની દીકરીથી શરૂ કરી 75 વર્ષના વૃધ્ધાએ એક્વા યોગમાં ભાગ લઇ પાણીમાં યોગ કર્યા હતા.

પાણીમાં યોગ કરવાથી આરોગ્ય સારું ને મન પ્રફુલ્લિત રહે
21 જૂન વિશ્વ યોગ દિવસ છે. જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. ત્યારે હિંમતનગરના 63 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, હું બાળપણથી જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ છેલ્લા 15 વર્ષથી હિંમતનગરમાં સ્વીમીંગ પુલ ચાલુ થયો ત્યારથી હું સ્વીમીંગ કરવા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યુ હતું કે, આપણા ઋષિઓ પાણીમાં યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે હું પણ પાણીમાં યોગ કરૂ અને મેં પાણીમાં યોગ કરવાનુ શરુ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલ્લિત થાય છે. મારી સાથે રહીને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે.

3 સ્વિમિંગ પુલમાં 200 મહિલાઓએ કર્યા એક્વા યોગ
આજે વિશ્વ યોગ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કઈક નવું કરવાની ઓળખ ધરાવતા રાજકોટ શહેર મા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે 200 જેટલી મહિલાઓએ 3 સ્વિમિંગ પુલમાં પાણીની અંદર એકવા યોગા કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલમાં મહિલાઓ માટે એકવા યોગાનું આયોજન સતત પાંચમા વર્ષે કરવામાં આવ્યું હતું. રાજકોટ મનપા દ્વારા આયોજિત એકવા યોગમા 8 વર્ષથી લઇને 75 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગમાં ભાગ લીધો હતો.

એકવા યોગથી શું થાય છે ફાયદા

એક્વા યોગના ટ્રેનર અલ્પાબેન શેઠએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ખાસ કરી પગના, ગોઠણના, સાંધાના તેમજ કમરના દુખાવાથી પીડાતા દર્દીઓ સંખ્યા વધુ હોય છે જેથી તેઓ જમીન ઉપર યોગ નથી કરી શકતા પરંતુ આ દર્દીઓ યોગ પાણીમાં આશાનીથી કરી શકે છે જેથી તેમના માટે મનપા દ્વારા ખાસ એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીની અંદર રહી આસાનીથી યોગ કરી શકાય તે માટે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી શરીરને શારીરિક અને માનસિક ફાયદો થતો હોય છે.

મહિલાઓએ પાણીમાં 17 જેટલા આસન કર્યા

આજે બહેનોએ પાણીની અંદર પાદહસ્તાસન, તાળાસન , વૃક્ષાસન, ત્રિકોણઆસન, પાદાનુગુસ્તાસન, વીરભદ્રાસન, વજાસન, નટરાજઆસન, વજ્રાસન, ઉતાનમંડુકાસન, ભદ્રાસન, સવાસન, મકરાસન, શશાંકઆસન, પ્રાણાયમ, ૐકાર આસન સહીત 17 જેટલા આસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.

સતત પાંચમા વર્ષે રાજકોટમાં એક્વા યોગનું થયું આયોજન

ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા દ્વારા સતત પાંચમા વર્ષે વિશ્વ યોગ દિવસ નિમિત્તે એકવા યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે ઓછી મહિલાઓએ ભાગ લીધો હતો કારણ કે આ વર્ષે માત્ર રેગ્યુલર મનપાના સ્વિમિંગ પુલના સભ્યને જ એક્વા યોગની તાલીમ આપી એક્વા યોગ શીખવવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

બાગેશ્વર બાબાના રાજકોટમાં ધામા:દિવ્ય દરબાર માટે 32 સમિતિ અને 600 કાર્યકરો દ્વારા તૈયારી શરૂ કરાઇ, 31 મીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવશે

Team News Updates

“મેરી મિટ્ટી, મેરા દેશ” અભિયાન:રાષ્ટ્ર કાજે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર વીરો, શહીદો અને વર્તમાન દેશ સેવામાં કાર્યરત જવાનોનું સન્માન

Team News Updates

વિરોધ બાદ ધમકીનો મારો:ધીરેન્દ્ર શાસ્ત્રીને તાંત્રિક ગણાવનાર પુરુષોત્તમ પીપળીયાને ફોન પર ધમકીઓ, કહ્યું-ધર્મ નહીં ધતિંગનો વિરોધ યથાવત રહેશે

Team News Updates