News Updates
RAJKOT

Jamnagar:ફટાકડા ફોડવાને લઈ બબાલ કાલાવડના હરિપર મેવાસા ગામમાં,ફાયરિંગમાં 3 મહિલાઓ સહિત 5 લોકો ઈજાગ્રસ્ત

Spread the love

જામનગરના કાલાવડના હરિપર મેવાસા ગામે ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવાને લઈ બબાલ થઈ હતી. હરિપર મેવાસા ગામના જ 3 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતુ.

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરના કાલાવડના હરિપર મેવાસા ગામે ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવાને લઈ બબાલ થઈ હતી.

હરિપર મેવાસા ગામના જ 3 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 3 મહિલા સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હરિપર મેવાસા ગામના જ 3 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યુ હતુ. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જો કે પોલીસે CCTVના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ ગાંધીનગરના દંતાલીમાં મિલકત બાબતે બબાલ થતા ફાયરિંગની ઘટના બની હતી. પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર ફાયરિંગ કરતા, પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ.  ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.


Spread the love

Related posts

ધોરાજીમાં બાઈકચાલકનો વિચિત્ર અકસ્માત, ટ્રકની અડફેટે આવતા બાઈકનો બુકડો; પિતા-પુત્રનો આબાદ બચાવ

Team News Updates

કોલેજિયનો બાદ હવે નોકરી કરતાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવાનું ષડયંત્ર પોલીસે પકડ્યું

Team News Updates

રાજકોટની સિવિલમાં 4 વર્ષનાં માસૂમને ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ; સિક્યોરિટીએ સતર્કતા દાખવી પોલીસને બોલાવી

Team News Updates