News Updates
RAJKOT

રાજકોટમાં આગના બે બનાવ:બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કચરાની ગાડી સળગી ઉઠી

Spread the love

રાજકોટ શહેરમાં આજે બપોરે આગ લાગવાની અલગ અલગ બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં બસસ્ટેન્ડ નજીક આવેલા શ્યામપ્રભુ કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હતી. જ્યારે રૈયા રોડનાં ટેલિફોન એક્સચેન્જ નજીક કચરાની ગાડી સળગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ બંને બનાવમાં ફાયરવિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.

ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
પ્રથમ બનાવની વાત કરીએ તો રાજકોટના બસસ્ટેન્ડ પાસે આવેલા શ્યામ પ્રભુ કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે વેપારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સ્થાનિકોએ જાણ કરતા તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આગમાં કચરા ગાડી બળીને ખાખ
આગનો બીજો બનાવ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે બન્યો હતો. જેમાં મનપાની કચરા ભરવાની ગાડીમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ બનતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. એકઠા થયેલા લોકો પૈકી કોઈક દ્વારા આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઇ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી ગણતરીની કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ કચરા ગાડી બળીને ખાખ થઈ હતી.


Spread the love

Related posts

Gondal:વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ,ખાબક્યો ભારે વરસાદ ગોંડલના વાસાવડ ગામમાં

Team News Updates

20 કિલો ગાંજા સાથે રંગેહાથ ઝડપાયા:સુરતથી બે યુવાનો રાજકોટની શબાનાને ડિલિવરી કરવા આવ્યા’તા,કોઠારીયા ચોકડી પાસેથી રૂ.2.17 લાખના મુદામાલ સાથે ઝડપાયો

Team News Updates

પોલીસે એકની ધરપકડ કરી:રાજકોટના જેતપુરમાં બાંધકામ માટે મકાન બનાવી વેચવાની લાલચ આપી વૃધ્ધા સાથે રૂ.12 લાખની ઠગાઇ, ફરિયાદ દાખલ

Team News Updates