News Updates
RAJKOT

32 વીઘા જમીનની ખરીદી ન્યારી નદી કાંઠે જશવંતપુરમાં 550 કરોડના ખર્ચે ઉમિયા માતાજી મંદિર, શિક્ષણધામ બનશે,રાજકોટ જિલ્લામાં ઉમિયાધામ નિર્માણ

Spread the love

રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ પામવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આગામી તારીખ 13 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે.

આ અંગે સંગઠન ચેરમેન નિલય ડેડાણિયાએ જણાવ્યું હતું કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર-સંકુલ માટે કુલ 32 વીઘા જમીન ખરીદ કરવામાં આવી છે. આગામી 13 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ભવ્ય દિવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવશે. આ સાથે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર મંદિર નિર્માણ કરવામાં આવશે. અયોધ્યા મંદિરમાં જે પથ્થર ઉપયોગ કરવામાં આવ્યા છે એ જ ભરતપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરી આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે. કડવા પાટીદાર પરિવારોનાં કુળદેવી મા ઉમિયાના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સેવાશ્રમ પણ બનાવવામાં આવશે. મંદિર કુલ 2 એકરમાં અને શૈક્ષણિક સંકુલ તેમજ આરોગ્યધામ સેવાશ્રમ 10 એકરમાં આકાર લેશે.

ઉલ્લેખનીય છે કે મંદિરની સાથે 10 એકર જગ્યામાં સેવાશ્રમ અને શિક્ષણધામ આકાર લેશે અને એના માટે અંદાજિત 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ન્યારી નદીના કાંઠે રાજકોટના નવા રિંગ રોડથી એક કિલોમીટરના અંતરે આ બંને પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. સેવાશ્રમમાં આરોગ્યધામ, કેળવણી સંસ્થાન, એમ્યુઝમેન્ટ પાર્ક પણ આકાર લેશે.


Spread the love

Related posts

પાંચમા દિવસે પણ રામ ભરોસે:રાજકોટમાં PGVCL સામે આંદોલન પર ઉતરેલા ઉમેદવારોએ કહ્યું – ‘ટાઢ-તડકો અને ભૂખ સહન કરીને પણ ન્યાય માટે લડીશું’

Team News Updates

ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત, LIVE દૃશ્યો:રાજકોટ નજીક રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી વખતે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, એકનો એક પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ ફાટ્યું

Team News Updates

ધોરાજીમાં બાઈકચાલકનો વિચિત્ર અકસ્માત, ટ્રકની અડફેટે આવતા બાઈકનો બુકડો; પિતા-પુત્રનો આબાદ બચાવ

Team News Updates