News Updates
PORBANDAR

કેસર કેરીના  ભાવઉનાળા કરતાં શિયાળામાં દશ ગણો:રૂ.10 હજારનું બોકસ વેચાયું પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં,એક સપ્તાહમાં ત્રીજી વખત કેસર કેરીની આવક

Spread the love

જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જોવાની જરૂર નથી, કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે અને રૂ. 500થી 1000 સુધીના કેરીના બોકસનુ વેંચાણ થતું હોય છે. પરંતુ આજ કેસર કેરી શિયાળામાં દશ ગણા ભાવે વેંચાય છે. પોરબંદરના બરડા પંથકમાં આવેલા આંબાના બગીચામાં હાલ શિયાળાના સમયમાં કેટલાક આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે. એક સપ્તાહમાં આજે ત્રીજી વખત કેસર કેરીની આવક જોવા મળી હતી. આજે કેસર કેરીના બે બોકસની આવક જોવા મળી હતી જેમાં એક કેરીનું બોકસ રૂ.10 હજારમાં વેંચાયું હતું.

પોરબંદરમાં શિયાળાના સમયમાં માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. આજે યાર્ડમાં ફળોની હરાજી કરતા કેતન રાયચુરાને ત્યાં ખંભાળાના ખેડૂત નાથભાઇ કારાભાઇ મોરી બે કેસર કેરીના બોક્સ લઇને આવ્યા હતા. જેને પગલે વેપારીઓમાં ખુશી જોવા મળી હતી અને વેપારી કેતન રાયચુરાએ તો કેસર કેરીના બોકસને અગરબત્તી કરી હતી અને પેંડા વહેંચી જય માતાજીના નાદ સાથે કેસર કેરીના બે બોક્સની હારાજી શરૂ કરી હતી. બન્ને બોકસ રૂ.10-10 હજારમાં વેંચાયા હતા જેને પગલે ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી હતી. દિલીપભાઇ નામના વ્યકિતએ બંને બોક્સની ખરીદી કરી હોવાનું વેપારીએ જણાવ્યું હતું.

છેલ્લા પાંચ દિવસમાં આજે સૌથી વધારે એટલે કે રૂ.10 હજારનું બોક્સ વેંચાયું હતું. પાંચ દિવસ પૂર્વે આવેલું કેસર કેરીનું બોક્સ રૂ.8501માં વેંચાયું હતું. જ્યારે બે દિવસ પૂર્વે આવેલું કેસર કેરીનું બોક્સ રૂ.7501માં વેંચાયું હતું. જ્યારે આજે રૂ.10 હજારમાં એક બોક્સ વેચાયું હતું. શિયાળામાં ઉનાળા કરતા કેસર કેરીનો 10 ગણો ભાવ મળી રહ્યો છે.

રાજ્યમાં ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષ શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. જોવા જઈએ તો રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. એવામાં ઠંડી પહેલાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી અને હરાજીમાં રૂ.8510નો ભાવ બોલાયો હતો.

પોરબંદર જિલ્લાના ખંભાળા, બિલેશ્વર, આદિત્યાણા, હનુમાનગઢ સહિતના બરડા ડુંગરની ગોદમાં આંબાના બગીચા આવેલા છે. ઉનાળાના સમયમાં કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે. ત્યારે છેલ્લાં બે વર્ષથી શિયાળાના સમયમાં કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરીના બિલેશ્વર ખાતે આવેલા આંબાના બગીચામાં આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થતાં 5 દિવસ પહેલા પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સની હરાજી કરવામાં આવી હતી. એક કિલો કેરી અધધધ 851માં વેચાઈ હતી અને બોકસની કિંમત રૂ. 8510 જેવી મળી હતી.


Spread the love

Related posts

Porbandar:ડોનીયરના હેલીકોપ્ટર વડે ઓપરેશન; ચોપાટી ખાતે રોબોટ, ડ્રોન, એરકાફ્રટ, શીપ,કુદરતી આફત સામે સૈના સજ્જ:સેનાની ત્રણેય પાંખની કવાયત પોરબંદરના દરિયા કિનારે 

Team News Updates

PORBANDAR:ખેડૂતોને કેરીના ભાવ પણ સારા મળ્યા;યાર્ડમાં બરડાની કેસર કેરીની આવક જોવા મળી

Team News Updates

પ્રેમિકાની સ્કૂટી  સળગાવી દીધી  પોરબંદરમાં પ્રેમીએ, સમગ્ર ઘટના જાણો

Team News Updates