News Updates
GUJARAT

ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી થશે, રાજ્ય સરકાર મહીને રુપિયા 10 લાખની આવક જતી કરશે

Spread the love

ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો અમલ માર્ચ મહીના બાદ કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બસ સ્ટેશન પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથે ગુજરાત સરકારે દર મહીને રુપિયા 10 લાખની આવક જતી કરી છે, જે પે એન્ડ યુઝ ટોયલેટ થી રાજ્ય સરકારને મળી છે. આ માટે ગુજરાતના તમામ બસ પોર્ટના પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવી માર્ચ સુધીમાં છુટા કરવામાં આવશે અને બાદમાં શૌચાલયને ફ્રી કરવામાં આવશે.

તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત

ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો અમલ માર્ચ મહીના બાદ કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે.બસ સ્ટેશન પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બસ સ્ટેન્ડ પર 24 કલાક સફાઈકર્મી હાજર રહેશે

ગુજરાતની એસટી બસમાં લાખો લોકો મુસાફરી કરે છે, તેમના માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી બસ સ્ટેન્ડ પર 24 કલાક સફાઈકર્મી હાજર રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના 125 બસ સ્ટેન્ડ અને અન્ય જગ્યાઓ પર ચૂંટાયેલા સભ્યો જેમાં 550 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્ટેશનની સફાઈ માટે આ અભિયાન માં જોડાયા છે. ગુજરાત STએ આ બધા સાથે મળી સ્વચ્છતા અભિયાનની આજથી શરૂઆત કરી છે. લક્ઝરી બસ કરતા વધુ સારી કંઈ રીતે ST બસ સેવા બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

10 મહિનામાં કુલ 2 હજાર નવી બસો મુકાશે

તો આ સાથે જ દર મહિને નવી 200 બસો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 મહિનામાં કુલ 2 હજાર નવી બસો લોકોની સુવિધા માટે મૂકાશે. 400થી વધુ નવા કનેક્શન 24 કલાકમાં ચાલુ થઈ શકશે. બસ સ્ટેન્ડ પર 24 કલાક સફાઈકર્મી હાજર રહેશે, 75 ટકાથી વધુ બસોની અવરજવર ધરાવતા મહાનગરોમાં સફાઈકર્મી હાજર રહેશે. 262 બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.

આ સાથે જ યાત્રીઓને પાન , મસાલા ખાઈ ન થુંકવા માટે જાહેરાતો લગાવવામાં આવશે.આ માટે ડ્રાઈવર-કન્ડક્ટરને પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે જ 262 બસ સ્ટેન્ડ કે જ્યાં મોટી સંખ્યામાં યાત્રી આવતા હોય છે, ત્યાં જો ટોઇલેટ ન હોય તો તરત ટોઇલેટ બ્લોગ્સ ઉભા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.


Spread the love

Related posts

મૃત્યુ નજીક છે તે કેવી રીતે ખબર પડે?:ગૌતમ ઋષિના તપથી ગંગા પ્રગટ્યાં, મહાદેવ ગંગાને પોતાની નજીક રાખવા ત્ર્યંબકેશ્વર તરીકે બિરાજમાન થયા

Team News Updates

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ:નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો, અનેક નદીઓ બે કાંઠે, બારડોલીમાં 24 લોકોનું રેસક્યૂ કરાયું

Team News Updates

નર્મદા જિલ્લાના શિક્ષકને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ 2023 એનાયત કરાયો

Team News Updates