News Updates
VADODARA

Vadodara:ગણતરીની મિનિટોમાં ભસ્મીભૂત દોઢ કરોડની કાર:વડોદરાના રહીશે પાંચ મહિના પહેલા જ કાર ખરીદી હતી

Spread the love

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચંદ્રાવલી સોસાયટી પાછળ પરાગ સોસાયટીમાં ગતરોજ ઘર પાસે મૂકેલી દોઢ કરોડની લેન્ડરોવરની ડિફેન્ડર કારમાં ભેદી રીતે આગ લાગી હતી. આ અંગેનો કોલ મળતાની સાથેજ ફાયર વિભાગની ટીમ તત્કલિક દોડી આવી હતી. આખી મોંઘીદાટ કાર આગમાં હોમાઈ ગઇ હતી. આ આગમાં હોમાયેલ આટલી મોંઘી કાર 5 મહિના અગાઉ જ ખરીદી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આગ કયા કારણોસર લાગી છે તે તપાસનો વિષય છે.

આ અંગેનો કૉલ વડોદરા દાંડિયા બજાર ફાયર બ્રિગેડને મળતા તાત્કાલીક ઘટનસ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યું હતો. આ અંગે સબ ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે કહ્યું કે, કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ કારમાં શરૂઆતમાં ધુમાડા નીકળતા હતા અને બાદમા આચાનક સળગી જતાં અફરા તફરી મચી ગઈ હતી.

આસપાસનાં લોકોએ જોતા ડિફેન્ડર કારમાંથી ધુમાડો નીકળતો હોવાથી માલિકને જાણ કરી હતી. જેને પગલે તેમણે કાર ચલાવીને થોડી આગળ ખસેડી હતી. જોકે આગ વિકરાળ બનતાં બહાર નીકળી ગયા હતા. આ બનાવને લઈ ફાયર વિભગ દ્વાર કામગીરી કરી આગને કાબૂમાં લેવામા આવી હતી. આ બનાવની જાન પોલીસને પણ કરવામા આવી હતી. આ કાર માલિક તપન શાહ સાથે ટેલીફોનીક વાતચીત કરતાં તેઓએ જણાવ્યુ હતુ કે, દોઢ કરોડની આ કાર મે 5 મહિના પહેલાં ખરીદી હતી. આકસ્મિક રીતે લાગેલી આગ અંગે પોલીસમાં જાણ કરી છે.

આ અંગે ડી વી બલદાનીયાએ જણાવ્યુ હતુ કે આ અંગે માલિકે આ અંગે જાણવાજોગ ફરીયાદ આપી છે. હાલમા આ અંગે એફએસએલ ટીમની મદદથી તપાસ કરવામાં આવશે. બાદમા આ અંગે સાચું કારણ જાણવા મળશે.


Spread the love

Related posts

Smart Meter નું બેસણું:  મહિલાઓએ કહ્યું- 7 હજાર પગારને 6 હજાર બીલ, MGVCLની ઓફિસ બહાર લોકોએ ધૂન કરી

Team News Updates

ઉંમર 11 વર્ષ, KBCની કમાણી 25 લાખ:વડોદરાના અત્યુક્તે બિગ બીને કઈ બિમારી વિશે જણાવ્યું, હોટ સીટ પરના વર્ણવ્યા અનુભવો

Team News Updates

VADODARA:બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા,બે યુવતીને ઈજા,યુવકનું મોત,પરિવાર દોડી આવ્યો ચાલકને બચાવવા

Team News Updates