News Updates
EXCLUSIVEGUJARAT

RAJKOT: આપનાં નેતાની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી, પોલીસે સકંજામાં લીધો

Spread the love

AAPનાં નેતાની કરતુતોએ રાજકીય પાર્ટીને લાંછન લગાડે તેવું કૃત્ય કર્યું

RAJKOT માં શિક્ષણ જગતને લાંછનરૂપ વધુ એક કિસ્સો સામે આવી છે. RAJKOT શહેરના BHAKTINAGAR POLICE STATION વિસ્તારમાં આવેલી SARASWATI શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી એક બે નહીં પરંતુ ચાર-ચાર સગીર વયની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. બનાવ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે આરોપી લંપટ પ્રિન્સિપાલને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી લંપટ આચાર્ય AAM AADMI PARTY-RAJKOT CITYનો નેતા છે અને પોતે ગત રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.


રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આહીર ચોક પાસે શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ આવેલ છે અને આ સ્કૂલના આચાર્ય તરીકે RAKESH SORATHIYA  ફરજ બજાવી રહ્યો છે. આ સ્કૂલ લગભગ 8 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે. આ સ્કૂલમાં કુલ 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે પૈકી 42 વિદ્યાર્થીઓ RTE હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી ચાર જેટલી વિદ્યાર્થિનીઓ સાથે ખુદ શાળાના આચાર્યે જ અડપલાં કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા ફરિયાદી બહેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટના હરિઘવા રોડ પર શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ આવેલ છે. જેમાં મારી 14 વર્ષની દીકરી અભ્યાસ કરે છે. આ શાળાના આચાર્ય રાકેશ સોરઠિયા (ઉં.વ.35) છે. મારી દીકરીએ મને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, શાળામાં આચાર્ય રાકેશ સર પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી અમને અંદર બોલાવે છે, પછી અમારી સાથે અડપલાં કરે છે અને જાતીય સતામણી કરે છે. આ અંગે તપાસ કરતા આચાર્ય રાકેશ દ્વારા મારી 14 વર્ષની દીકરી ઉપરાંત અન્ય એક 14 વર્ષની તેમજ બે 11 વર્ષની મળી કુલ ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કરી જાતીય સતામણી કરે છે. માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા મારી લેખિત ફરિયાદ છે.

અગાઉ રાજકોટ શહેરનાં આમ આદમી પાર્ટીનાં મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યો છે
ભોગ બનનાર સગીરવયની દીકરીની માતાની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે આરોપી રાકેશ સોરઠિયા વિરુદ્ધ IPC કલમ 354(ક), તેમજ પોક્સો એક્ટની કલમ 8 અને 10 મુજબ ગુનો નોંધી આરોપી લંપટ આચાર્યને સકંજામાં લઈ ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી લંપટ આચાર્ય રાકેશ સોરઠિયા રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના નેતા છે. અગાઉ રાજકોટ શહેરના મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. તેમજ ગત રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17માંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો હતો, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.


Spread the love

Related posts

Gujarat:અનેક વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Team News Updates

કોસ્ટ ગાર્ડ કમાન્ડર ભારતીય કોસ્ટ ગાર્ડ વિસ્તારની મુલાકાત માટે ગાંધીનગર પહોંચ્યા

Team News Updates

 Weather:સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત,આગામી ચાર દિવસ આગાહી

Team News Updates