તા.૨૨,પડધરી (સતીષ વડગામા દ્વારા): રાજકોટ જીલ્લાનાં પડધરીમાં લાંબા સમયથી આધારકાર્ડ(AADHAR CARD) કાઢવાની પ્રક્રિયા બંધ હતી પડધરી ના આજુબાજુ ગામના લોકો જ્યારે આધાર કાર્ડ નવું તેમજ સુધારા વધારા ની માટે પડધરી આવતા હોઈએ છીએ ત્યારે પડધરીની તમામ આધાર કાર્ડ ની કીટો બંધ હોય છે.
જે લોકોને આધાર કાર્ડ સબંધિત કામો કરાવવા હોય તેમના કામો થતા ન હોય જેથી નારાજ થઈને જતા રહે છે અને સમયનો વેડફટ થાય છે ત્યારે જનતાના પ્રશ્નોને લઈ પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ હેતલબેન રોહિતભાઈ ચાવડા(HETALBEN ROHITBHAI CHAVDA) દ્વારા ઉચ્ચ અધિકારીઓને તેમજ પડધરી ટંકારાના ધારાસભ્યોને રજૂઆત કરી પ્રજાના પ્રશ્નને હલ કરી તાત્કાલિક ધોરણે પડધરી મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ કીટ ચાલુ કરવામાં આવી હતી પડધરીના અનેક પ્રશ્નોને લઈ લડત આપતા હોય એવા યુવા નેતા રોહિતભાઈ ચાવડાએ ઉચ્ચ અધિકારી તેમજ રાજકીય નેતાઓને રજૂઆત કરી પ્રજાના પ્રશ્નોને હલ કરવામાં આવે છે અને પડધરી તાલુકાની જનતાના નાનામાં નાના પ્રશ્નોને લઈને હલ કરવામાં આવે છે.