News Updates
RAJKOT

રેલ વ્યવહાર પૂર્વવત થયો:રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનો શરૂ, કાલે કોઈમ્બતુર એકસપ્રેસ પોણા ત્રણ કલાક મોડી ઉપડશે

Spread the love

બિપોરજોય વાવાઝોડાની અસરને ધ્યાને લઈ રાજકોટ ડિવિઝન દ્વારા વેરાવળ-પોરબંદર સહિતની અનેક ટ્રેનો કેન્સલ કરી હતી.સાથોસાથ રેલ્વે સ્ટેશનો, રેલ્વે ટ્રેક, સિગ્નલને નુકશાન થતું અટકાવવા પગલાં લેવામાં આવ્યા હતાં. વાવાઝોડાની અસર નહીવત થતા આજે રાજકોટ ડિવિઝનની તમામ ટ્રેનો લેતા નિર્ધારિત સમય અને રૂટો પર દોડતી થતા મુસાફરોએ રાહત અનુભવી છે. તકેદારી અને સાવચેતીના લીધે રાજકોટ ડિવિઝનના રેલ્વે સ્ટેશનો પ્લેટફોર્મોને કોઈ નુકશાની થવા પામી નથી. જોકે કાલે રાજકોટ-કોઈમ્બતુર એકસપ્રેસ ટ્રેન પોણા ત્રણ કલાક મોડી ઉપડશે.

ટ્રેનો તેના નિર્ધારિત સમય અનુસાર શરૂ
આવતીકાલ તા.તા.18 જૂનની રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ રાજકોટથી 2 કલાક 45 મિનિટ મોડી ઉપડશે. પશ્ચિમ રેલવેના સુરત-વડોદરા રેલ સેક્શનમાં સાયણ યાર્ડ ખાતે આવેલા બ્રિજ નંબર 471 ના મેઈન્ટેનન્સના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ- કોઈમ્બતુર એક્સપ્રેસ ને રિશેડયુલ કરવામાં આવી છે. આ સિવાય તમામ ટ્રેનો તેના નિર્ધારિત સમય અનુસાર શરૂ કરવામાં આવી છે.

જેથી કોઈ અસુવિધા થાય નહીં
​​​​​​​રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 16613 રાજકોટ- કોઈમ્બતુર એક્સપ્રેસ 18ના રોજ રાજકોટથી 2 કલાક 45 મિનિટના મોડી ઉપાડશે. એટલે કે સવારે 05.30 કલાકના તેના નિર્ધારિત સમયને બદલે સવારે 08.15 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા થાય નહીં.


Spread the love

Related posts

RAJKOT: ખેડૂતો-વેપારીઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા,ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓની મોટી આવક શરૂ રાજકોટમાં

Team News Updates

23 વર્ષ બાદ ચૂંટણી:રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન મતદાન ન કરી શક્યા

Team News Updates

RAJKOT:TRP ગેમ ઝોન 80 હજારથી 1.20 લાખ વીજબિલ આવતું,2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન માગ્યું હતું,PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું’તું

Team News Updates