News Updates
RAJKOT

રાજકોટમાં AIIMS બાદ બનશે કિડની આકારની દૂનિયાની પ્રથમ હોસ્પિટલ, જુઓ ફોટા

Spread the love

વિશ્વની પ્રથમ કિડની આકારની કિડની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટૂંક સમયમાં રાજકોટમાં આકાર લેશે. બીટી સવાણી કિડની હોસ્પિટલને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે, હજુ વધારાની જમીન માટેની પ્રક્રિયા ચાલુ છે. આ હોસ્પિટલના નિર્માણ બાદ રાજકોર્ટમાં એક મોટું મેડિકલ હબ બનાવવામાં આવશે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી), સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), સૌથી મોટું રિવરફ્રન્ટની જાહેરાત વચ્ચે ગુજરાતમાં કિડની આકારની હોસ્પિટલ બનાવવામાં આવશે. આ અનોખી હોસ્પિટલનું નિર્માણ ગુજરાતના સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં કરવામાં આવશે.

આ હોસ્પિટલની બિલ્ડીંગની ડિઝાઇન બિલકુલ કિડનીના આકારની હશે. રાજકોટમાં આ અનોખી કિડની હોસ્પિટલની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકોટને થોડા દિવસોમાં રાજ્યની પ્રથમ એઈમ્સ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ એઈમ્સ પણ રાજકોટમાં બની છે.

વિશ્વની પ્રથમ કિડની આકારની હોસ્પિટલ માટે રાજ્ય સરકારે જમીન ફાળવી છે. આ હોસ્પિટલમાં એક સંશોધન કેન્દ્ર પણ હશે. જેમાં દેશ અને દુનિયાના સ્ટુડન્ટ ડોક્ટરો રિસર્ચ કરી શકશે. આ હોસ્પિટલનું નામ બીટી સવાણી કિડની હોસ્પિટલ હશે. આ હોસ્પિટલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સારી અને આધુનિક કિડની સારવાર આપવાનો છે. સ્માર્ટ સિટી હેઠળ અમદાવાદ, દિલ્હી અને વિદેશના આર્કિટેક્ટ્સ કિડની આકારના ટ્વીન ટાવર બનાવશે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં કિડનીના રોગોની સારવારના 21 વર્ષ પૂરા કર્યા બાદ સવાણી કિડની હોસ્પિટલે આ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. વર્ષ 1998માં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કિડનીના રોગોની દુર્દશાને ધ્યાનમાં રાખીને, ડૉ. પ્રદીપભાઈ કણસાગરા, દેવજીભાઈ પટેલ, જયંતિભાઈ ફાળદુ, રમેશભાઈ પટેલે સૌરાષ્ટ્ર કિડની સંશોધન સંસ્થા, રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યાર બાદ રાજકોટમાં બીટી સવાણી કિડની હોસ્પિટલ બનાવવામાં આવી હતી.

નવી હોસ્પિટલના નિર્માણથી દુર દુરથી લોકો કિડનીની સારવાર માટે રાજકોટ આવી શકશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આવી સ્થિતિમાં રાજકોટની એઈમ્સનું લોકાર્પણ થવાની તૈયારી છે ત્યારે અનોખી કીડની હોસ્પિટલના નિર્માણથી રાજકોટમાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

યોગાનુયોગ છે કે વિશ્વની પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી પણ ગુજરાતમાં છે. વર્ષ 2015માં, અમદાવાદ, ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) શરૂ કરવામાં આવ્યું હતું.


Spread the love

Related posts

ક્લાસ-3ની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર:હવે બે ગ્રુપ, અપર ક્લાસ-3માં પ્રાથમિક અને મેઈન્સ તો લોવર ક્લાસ-3માં માત્ર પ્રાથમિક પરીક્ષા લેવાશે, પ્રશ્નો GPSC લેવલના હશે

Team News Updates

Jamnagar:ફટાકડા ફોડવાને લઈ બબાલ કાલાવડના હરિપર મેવાસા ગામમાં,ફાયરિંગમાં 3 મહિલાઓ સહિત 5 લોકો ઈજાગ્રસ્ત

Team News Updates

રાજકોટમાં ખુદ મહિલા MLA ત્રસ્ત, નશેડીઓ નશામાં ચૂર થઈ મહિલાઓને ગાળો આપી મકાનના બારી-દરવાજા તોડી નાખે છે

Team News Updates