રાજકોટના ગોંડલ પંથકમાં માવઠાથી ખેતરોમાં પાક બરબાદ થતાં ખેડૂતો પાકને બચાવવા લણણી કરવા લાગ્યા. વરસાદથી થયેલા નુકશાનને પગલે સરકાર પાસે સહાયની માંગ ખેડૂતોએ કરી.
રાજ્યમાં કમોસમી વરસાદે જગત ના તાત ને દુઃખી કર્યો છે અને મોટા પ્રમાણ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ થી શિયાળુ પાક માં પણ ખેડૂતો ને ઘઉં – ધાણા – લસણ જેવા વિવિધ પાકોમાં વ્યાપક નુકશાન થયું હતું. જોકે હાલ સમયમાં ઉનાળુ સીઝનના વિવિધ પાકોમાં મોટા ભાગના પાક ખેડૂતોના તૈયાર હતા, જેના પર કમોસમી વરસાદી માવઠાથી તલ – ડુંગરી – અડદ – મગ જેવા અનેક પાકો માં વરસાદી પાણી પડતા ખેડૂતો નો પાક નાશ પામ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં માવઠાથી ખેતરોમાં પાક બરબાદ થતાં ખેડૂતો પાકને બચાવવા લણવી કરવા લાગ્યા. નુકશાનને પગલે સરકાર પાસે સહાયની માંગ ખેડૂતોએ કરી.
ગોંડલ તાલુકા માં 2 દિવસ પૂર્વે પડેલા મોસમી વરસાદ થી તાલુકાના ગોમટા – નવાગામ – લીલાખા – વાસાવડ – દેરડી સહીત ના ગામો માં ખેડૂતો ના તૈયાર પાકો બરબાદ થાય ગયા છે. મોટા ભાગ ના ખેડૂતોને મોટા પ્રમાણ માં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનુ છે કે હજી પણ વરસાદની આગાહી યથાવત છે. જેને પગલે ખેડૂતો પોતાના ખેતરમાં બચેલા પાકો ને લણવામા જોતરાયા ગયા છે. જોકે વરસાદમાં થયેલ નુકશાન અંગે ખેડૂતો દ્વારા સરકાર કોઈરાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી હતી.