News Updates
RAJKOT

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Spread the love

રાજકોટમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. જેમાં સવારે-રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. મનપાનાં ચોપડે છેલ્લા સપ્તાહમાં ઝાડા-ઉલટીનાં 176 સામે આ સપ્તાહે 279 કેસ નોંધાયા છે. તેમજ શરદી-ઉધરસનાં 871 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ સહિત વિવિધ રોગોનાં કુલ 1293 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરી છે.

ક્યાં રોગના કેટલા કેસ
મળતી માહિતી અનુસાર છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. લાંબા સમય બાદ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1293 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 871 કેસ, ઝાડા-ઉલટીનાં 279 કેસ, સામાન્ય તાવનાં 142 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ચિકનગુનિયાનો પણ 1 કેસ સામે આવ્યો છે. જોકે અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે.

ઘરોમાં પોરાનાશક કામગીરી
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીનાં જણાવ્યા અનુસાર રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટિયર્સ દ્વારા તા. 12થી 18 ફેબ્રુઆરી દરમિયાન 11,230 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 1107 જેટલા ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઈટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજે 1153 પ્રીમાઈસીસ અને રહેણાંકમાં 369 તો કોર્મશિયલ 227 આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.

જનસમુદાયમાં રોગચાળો ફેલાવવાનો ભય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે અને એકસાથે વધુ લોકોને કરડી જતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.


Spread the love

Related posts

ખીચોખીચ ભરેલા પેસેન્જર ને લટકતું ભવિષ્ય!:રાજકોટ સ્વામિનારાયણ ચોક નજીક સિટીબસનાં દરવાજા પર લટકી જોખમી મુસાફરીનો વીડિયો વાઇરલ, સાઈડકટ લેતા જાનહાની થાય તો જવાબદાર કોણ?

Team News Updates

કેરી રસીયાઓને હવે નહીં જોવી પડે રાહ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન

Team News Updates

Gondal:વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ,ખાબક્યો ભારે વરસાદ ગોંડલના વાસાવડ ગામમાં

Team News Updates