ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હતી. શુક્રવાર અને શનિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી, થરાદ અને ધાનેરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા.
ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર હજુ પણ વર્તાઇ રહી છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કચ્છ, મહિસાગર, અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની વરસી શકે છે. આ ઉપરાંત વાવાઝોડાની કપરી અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે.. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, સૂઈગામ, વાવ, અંબાજી જિલ્લાનો કોઈ પંથક નથી જ્યાં વરસાદે બેટિંગ ન કરી હોય.. બનાસમાં ચારેબાજુ ભારે વરસાદ છે.. તો આની જ અસર રાજ્યભરમાં પણ છે.. ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે.. હજુ આ માહોલ આવતીકાલ સુધી યથાવત્ રહી શકે છે.
આ ઉપરાંત પાલનપુર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા.ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હતી. શુક્રવાર અને શનિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી, થરાદ અને ધાનેરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા.