News Updates
NATIONAL

સેનાએ સિક્કિમમાં ફસાયેલા 3500 પ્રવાસીઓને બચાવ્યા:ભૂસ્ખલનથી રસ્તો ધોવાઈ ગયો, ચુંગથાંગ ઘાટીમાં ભારે વરસાદ

Spread the love

ઉત્તર સિક્કિમના ચુંગથાંગમાં શુક્રવારે ભૂસ્ખલન અને વરસાદથી એક માર્ગ ધોવાઈ ગયો. જેના કારણે ત્યાં ફસાયેલા લગભગ 3,500 પ્રવાસીઓને ભારતીય સેનાએ બચાવી લીધા છે. આમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. શુક્રવારે લાચેન, લાચુંગ અને ચુંગથાંગ ઘાટીમાં ભારે વરસાદ થયો હતો.

રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે, જ્યારે પ્રવાસીઓનું સ્થળાંતર ચાલુ રહેશે.

રાત્રે કામચલાઉ ક્રોસિંગ બનાવ્યું
ત્રિશક્તિ કોર્પ્સ, ભારતીય સેના અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના સૈનિકો એક્શનમાં આવ્યા અને ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનમાં પ્રવાસીઓને બચાવવા માટે ફ્લડ સાઇટ પર કામચલાઉ ક્રોસિંગ બનાવવા માટે રાતભર કામ કર્યું. વિસ્તારમાં તંબુ ગોઠવવામાં આવી રહ્યા છે અને તબીબી સહાય માટે પોસ્ટ બનાવવામાં આવી છે. પ્રવાસીઓને તેમની આગળની યાત્રા માટે રસ્તો સાફ ન થાય ત્યાં સુધી તમામ શક્ય મદદ આપવામાં આવશે.

સેનાએ પ્રવાસીઓને નદી પાર કરવામાં મદદ કરી. તેમને ગરમ ખોરાક, તંબુ અને તબીબી સહાય આપવામાં આવી હતી. ભારતીય સેના પ્રવાસીઓ અને સ્થાનિક વસતિને મદદ કરવા માટે સક્રિય છે, હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં સરહદની રક્ષા કરે છે.

સિંગતમ, ડિક્ચુ, રંગરાન, મંગન અને ચુંગથાંગને જોડતો માર્ગ ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. રાકડુંગ-ટિંટેક માર્ગ દ્વારા ડિક્ચુથી ગંગટોક માર્ગ ફક્ત હળવા વાહનો માટે ખુલ્લો છે. સ્થાનિક પ્રશાસને ફસાયેલા પ્રવાસીઓની માહિતી માટે હેલ્પલાઇન નંબર 8509822997 પણ જારી કર્યો છે.


Spread the love

Related posts

દિલ્હીથી મુંબઈ સુધી લાખોની કિંમતના ડ્રેસની ચોરી:પૉશ શૉરૂમ્સમાંથી મોંઘાદાટ ડ્રેસ ચોરતી ગેંગ ઝડપાઈ, વાસણ વેચવાના બહાને ડ્રગ્સ સુંઘાડીને દાગીના પણ ચોરી જતી

Team News Updates

કર્ણાટકમાં બે કલાકમાં 8.26% વોટિંગ:સીતારમણે કોંગ્રેસને મૂર્ખ ગણાવી, ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ પત્ની સુધા સાથે લાઇનમાં ઉભા રહીને વોટિંગ કર્યું

Team News Updates

હિમાચલમાં 87 રસ્તાઓ બંધ;રાજસ્થાનમાં ડેમ ઓવરફ્લો થતા બસ તણાઈ,આજે 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Team News Updates