News Updates
EXCLUSIVEGUJARATRAJKOT

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Spread the love

કોલ્ડસ્ટોરેજ(COLD STORAGE) માંથી મામા સાથે છેતરપીંડી(CHEATING) કરીને ભાણેજે 8 કરોડના ચણા-ધાણાનો જથ્થો બારોબાર વેચી નાખ્યો; પોલીસે(GONDAL POLICE) આરોપીને સકંજામાં લીધો

તા.૧,ગોંડલ: ગોંડલ તાલુકામાં એગ્રી ફૂડ્સ કોલ્ડસ્ટોરેજમાં વેપારીઓએ રાખેલા રૂ. 8,16,72500/- ના ચણા અને ધાણાનો જથ્થો રાજકોટના શખસે બારોબાર વેચી નાંખતા ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મામાના કોલ્ડ સ્ટોરેજમાં વેપારીઓએ રાખેલો જથ્થો બારોબાર વેચી નાખનાર ભાણેજ ઉતમ ત્રાંબડિયા(UTTAM TRAMBADIYA) પોલીસના સકંજામાં આવી ગયો છે. જાણો કેવી રીતે ભાણેજે મામનું 8 કરોડ (8 CRORE CHEATING)નું ચણા-ધાણા ફુલેકુ ફેરવી નાખ્યું.


રાજકોટના નાનામવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાનની બાજુમાં શ્રી કોલોની બ્લોક નં. 1 માં રહેતા વેપારી કિશોરભાઇ અમૃતભાઇ ડેડાણીનું ગોંડલના ભુણાવા ગામની સીમમાં મારૂતિ એગ્રી ફુડસ નામનું કોલ્ડ સ્ટોરેજ આવેલુ છે. મામા કિશોરભાઇએ પોતાના ભાણાને રૂ.15000/- ના માસિક પગારે સમગ્ર કોલ્ડ સ્ટોરેજની જવાબદારી માટે કામે રાખ્યો હતો. કિશોરભાઇ મહિને એકાદવાર તપાસ માટે આવતા હતા. બાકી ભાણેજ પર વિશ્વાસ રાખી બધી જવાબદારી તેને સોંપી હતી.

મામા કિશોરભાઇએ જણાવ્યું હતુ કે, ગત 23 નવેમ્બરના રોજ મને એક વેપારીનો ફોન આવ્યો હતો. તેણે અમારા કોલ્ડ સ્ટોરેજમાં પોતાનો માલ રાખ્યો હતો. પરંતુ તે માલમાં ઘટ જોવા મળતા તેમણે મને ફોનમાં ફરિયાદ કરી હતી. મે તે અંગે મારા ભાણેજ ઉત્તમને પૂછતા તેણે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. અમને શંકા જતા અને ચીવટપૂર્વક તપાસ કરતા ઘણો બધો માલ ગાયબ હોવાની જાણ થઈ હતી. મારા ભાણેજને કડકાઈથી પૂછતા તેણે 4-5 દિવસમાં હિસાબ કરીને બધી વિગત આપશે તેમ જણાવ્યું હતુ. પરંતુ આજ સુધી તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો ન હતો.

ગત શનિવાર 25 નવેમ્બરના મોડી રાત્રિના ગોંડલ, કેશોદ, ગીર સોમનાથ, ઉના, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ઊંઝા સહિતના જિલ્લામાંથી વેપારીઓ કોલ્ડ સ્ટોરેજ ખાતે આવી પહોંચ્યા હતા અને વેપારીઓએ ઉત્તમની પૂછપરછ ચાલુ કરી હતી. જેમાં મોટા પ્રમાણનો ચણા અને ધાણાનો જથ્થો બારોબાર વેચી નાખવાનું જાણવા મળ્યું હતું.

કોલ્ડ સ્ટોરેજમાં આશરે 35 જેટલા વેપારીઓ, ખેડૂતો, પેઢીઓ દ્વારા રાખવામાં આવેલા ચણાની બોરીઓ નંગ 30,797ની કિં. રૂ.7,69,92500/- તથા ધાણાની 1800 નંગ બોરી કિં. 46,80000/- મળી કુલ રૂ.8,16,72500/- રૂપિયાનો જથ્થો ત્યાં જ નોકરી કરતો કિશોરભાઇનો ભાણો ઉતમ પ્રવિણભાઇ ત્રાંબડિયાએ બારોબાર વેચાણ કરી નાંખ્યો હતો. કિશોરભાઇ સાથે વિશ્વાસઘાત થતા તેમણે ભાણેજ ઉતમ પ્રવિણભાઇ ત્રાંબડિયા (રહે. રાજકોટ) સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. જે.એમ.ઝાલા તથા સ્ટાફે ગુન્હો દાખલ કરી આરોપી ઉતમ ત્રાંબડિયાને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી ઉતમ ત્રાંબડિયા ફરીયાદીનો ભાણેજ થાય છે. તે કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતો હતો. કોલ્ડ સ્ટોરેજની વર્ષ 2017-18 માં શરૂઆત કરવામાં આવી હતી. ઉત્તમ આશરે એક વર્ષથી ધાણા અને ચણાને બારોબાર વેચતો હતો. કોઈ વેપારીએ કોલ્ડ સ્ટોરેજમાં ચણાનો સ્ટોર રાખ્યો હતો. તે વેપારી કોલ્ડ સ્ટોરેજે ચણા લેવા માટે પહોંચ્યા હતા. ત્યાં ચણા ન દેખાતા વેપારીએ કોલ્ડ સ્ટોરેજના માલિકને ટેલિફોનિક જાણ કરતા કોલ્ડ સ્ટોરેજના માલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે આરોપી ઉતમ ત્રાંબડીયાની વિશેષ પૂછતાછ હાથ ધરી છે.

ક્યા વેપારીને કેટલું નુકશાન

ક્રમપેઢીનું નામમાલિકનું નામજણસ-બોરીઓકુલ કિંમત
1મારૂતિ પ્રોટીન રાજકોટજેન્તીભાઈ ડેડાણીયા2933 ચણા બોરીઓ73,32,500/-
2ક્રિષ્ના કોર્પોરેશન ઉનાઅશ્વિનભાઈ3949 ચણા ની બોરીઓ98,72,500/-
3વ્રજલાલ કાંતિભાઈ વિસાવદરઅતુલભાઈ276 ચણા ની બોરીઓ6,90,000/-
4ચામુંડા કૃપા ટ્રેડર્સ – વિસાવદર
અતુલભાઇ
481 બોરી ચણા12,02,500/-
5વિષ્ણુ એન્ટરપ્રાઇઝ ઉનાસુરેશભાઈ ઉનાવાળા802 બોરી ચણા20,05,000/
6સંભવ ઇન્ડસ્ટ્રીઝ ઉનાશૈલેષભાઈ ઉનાવાળા344 બોરી ચણા8,60,000/-
7યમુના એન્ટરપ્રાઇઝ ઉનાદિલીપભાઈ258 બોરી ચણા6.45,000/-
8સોમનાથ એન્ટરપ્રાઇઝ ઉનાનીતિનભાઈ967 બોરી ચણા24,17,500/-
9પુનિત પ્રોટીન વડોદરાકરણભાઈ969 બોરી ચણા ​​​​​​24,22,500/
10કે.જી. એન્ટરપ્રાઇઝ – ગોંડલકરણભાઈ305 બોરી ચણા7,62,500/-
11રવિ એન્ટરપ્રાઇઝ – જુનાગઢપરાગભાઈ500 બોરી ચણા ​​​​​​​12,50,000/-
12દિનેશભાઈ દિનેશભાઈ વેરાવળવાળા1330 બોરી ચણા ​​​​​​​33,25,000/-
13ભરતભાઈભરતભાઈ ગોંડલ​​​​​​​1000 બોરી ચણા ​​​​​​​25,00,000/-
14મેહુલભાઈ પલાણદિનેશભાઈ​​​​​​​1400 બોરી ચણા​​​​​​​35,00,000/-
15જે. એમ. એન્ટરપ્રાઇઝ – ગોંડલ​​​​​​​દિનેશભાઈ​​​​​​​591
બોરી ચણા​​​​​​​
14,77,500/-
16મોહનલાલ એન્ડ સન્સ – રાજકોટકિશોરભાઈ​​​​​​​2756
બોરી ચણા
68,90,000/-
17શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ – ઉનાદ્વારકાદાસ ​​​​​​​900 બોરી ચણા ​​​​​​​22,50,000/-
18અમૃત તલાવીયા​​​​​​​અમૃતભાઈ ​​​​​​​497 બોરી ચણા​​​​​​​12,42,500/-
19આર. કે. એન્ટરપ્રાઇઝ – અમરેલી​​​​​​​દિવ્યેશભાઈ​​​​​​​500 બોરી ચણા​​​​​​​12,50,000/-
20વિશ્વાસ ઇન્ડસ્ટ્રીઝ – ઉના​​​​​​​વિજયભાઈ​​​​​​​500 બોરી12,50,000/-
21ચિરાજભાઈ શાહચિરાજભાઈ શાહ – ભાવનગર વાળા ​​​​​​​314 બોરી ચણા​​​​​​​7,85,000/-
22મેહુલભાઈ શાહ – જેસરમેહુલભાઈ ​​​​​​​694 બોરી ચણા​​​​​​​17,35,000/-
23ભારત ટ્રેડર્સ – મહુવા ​​​​​​​અબાસભાઈ ​​​​​​​1298 બોરી ચણા ​​​​​​​32,45,000/-
24અશોકભાઈ વડાલીયા – ઉપલેટાઅશોકભાઈ​​​​​​​287 બોરી ચણા ​​​​​​​7,17,500/-
25જગદીશ ટ્રેડિંક કંપની – જુનાગઢહિતેશભાઈ ​​​​​​​1567 બોરી ચણા ​​​​​​​39,17,500/-
26પલક ટ્રેડિંગ કું. – રાજકોટપરેશભાઈ ​​​​​​​264 બોરી ચણા ​​​​​​​6,60,000/-
27જયેશ ટ્રેડર્સ કું.જયેશભાઈ ​​​​​​​421 બોરી ચણા10,52,500/-
28આદિત્ય એન્ટરપ્રાઇઝ – ગોંડલશૈલેષભાઈ694 બોરી ચણા​​​​​​​17,35,000/-
29કમલેશ પટેલ ગીરકમલેશભાઈ ​​​​​​​500 બોરી ચણા ​​​​​​​12,50,000/-
30શ્રી વલ્લભ એન્ટરપ્રાઇઝ – ગોંડલ​​​​​​​જીણેશભાઈ ત્રિવેદી828 બોરી ચણા​​​​​​​20,70,000/-
31ભવનાથ એન્ટરપ્રાઇઝ – પોરબંદરમહેશભાઈ​​​​​​​433 બોરી ચણા ​​​​​​​10,82,500/-
32રાજેશ નિર્મળ – ઉના​​​​​​​રાજેશભાઇ ​​​​​​​401 બોરી ચણા ​​​​​​​10,02,500/-
33રિદ્ધિ સિદ્ધિ ટ્રેડિંગ – ગોંડલહિતેશભાઈ​​​​​​​500 બોરી ચણા ​​​​​​​12,50,000/-
34વી. એમ. એન્ટરપ્રાઇઝ – ગોંડલરમેશભાઈ403 બોરી ચણા ​​​​​​​10,07,500/-
35સુપર કિંગ ટ્રેડર્સ – ગોંડલઅમિતભાઈ407 બોરી ચણા ​​​​​​​10,17,500/-
36યમુના ટ્રેડર્સ – ગોંડલચિરાગભાઈ​​​​​​​528 બોરી ચણા13,20,000/-
37કનૈયા એન્ટરપ્રાઇઝ – બાટવાવિજયભાઈ​​​​​​​1500 બોરી ધાણા39,00,000/-
38તિરૂપતિ કોર્પોરેશન – જુનાગઢકરણભાઈ​​​​​​​300 બોરી ધાણા7,80,000/-

Spread the love

Related posts

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates

દર્દીની પીડા પર પાણી ટપકે છે:પ્રથમ વરસાદે જ સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું; છ માસ અગાઉ સ્પેશિયલ રૂમોનું માત્ર કાગળ પર રિપેરિંગ

Team News Updates

 1 વર્ષમાં 2,680 કરોડનો વધારો PGVCLને આવકમાં :ઓનલાઇન પેમેન્ટની સુવિધાથી આવક વધી ,સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં 58.44 લાખ ગ્રાહકોએ કરોડોનો વિજ વપરાશ કર્યો 

Team News Updates