News Updates
BUSINESS

નારાયણ મૂર્તિએ કહ્યું- ભારતીયોએ 3 શિફ્ટમાં કામ કરવું જોઈએ:સવારે 11 થી સાંજના 5ની શિફ્ટથી વિકાસ નહીં થાય, ફાસ્ટ ડિસીઝન લેવાની જરુર

Spread the love

ભારતીય યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપીને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે કહ્યું છે કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવા જોઈએ અને આ માટે ઈન્ડસ્ટ્રીના લોકોને 3 શિફ્ટમાં કામ કરવાની જરૂર છે.

મૂર્તિએ કહ્યું, ‘ભારતની અર્થવ્યવસ્થા 3.5 ટ્રિલિયન ડોલરની છે, જ્યારે ચીન 19 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. એક સમયે ત્યાં પણ આપણા જેવી સમસ્યાઓ હતી, પરંતુ ચીને તેનો ઉકેલ શોધી કાઢ્યો અને આપણાથી આગળ નીકળી ગયું. આપણે હજી પણ ચીનની બરાબરી કરી શકીએ છીએ અને તેનાથી આગળ પણ જઈ શકીએ છીએ, પરંતુ આ માટે આપણે ઝડપથી નિર્ણય લેવા પડશે.

બેંગલુરુમાં ટેક સમિટ 2023ની 26મી આવૃત્તિમાં ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામત દ્વારા ‘આગામી 5-10 વર્ષમાં બેંગલુરુએ વધુ સારું શહેર બનવા માટે શું કરવું જોઈએ? સવાલ​​​​​​​ પૂછવામાં આવતાં નારાયણ મૂર્તિએ આ વાત કહી,’ તેમણે કહ્યું કે વિદેશમાં લોકો બે શિફ્ટમાં કામ કરે છે, તેથી જ તેઓ આપણાથી આગળ છે.

કંઈપણ મફતમાં આપવું જોઈએ નહીં
સમિટમાં, મૂર્તિએ સરકાર દ્વારા આપવામાં આવતી મફત સેવાઓ વિશે જણાવ્યું હતું કે, ‘હું મફત સેવાઓની વિરુદ્ધ નથી, પરંતુ તે બધા લોકો જે મફત સેવાઓ અને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી લઈ રહ્યા છે, આવા તમામ લોકોએ બદલામાં સમાજના કલ્યાણ માટે યોગદાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે મફત યોજનાઓ શરતી હોવી જોઈએ. સરકારે લોકોને જણાવવું જોઈએ કે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં હાજરી 20% વધશે તો જ આ સેવાઓ મળશે.

બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવો

​​​​​​​મૂર્તિએ કહ્યું- “ધનવાન લોકો ક્યારેય તેમના બાળકોને કન્નડ માધ્યમની શાળાઓમાં મોકલતા નથી,” મૂર્તિએ કહ્યું. તેમના બાળકો હંમેશા અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. તેથી, અહીં અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલવા અને ચલાવવાની ઇકોસિસ્ટમને સરળ અને ફ્રી બનાવવાની જરૂર છે.

નારાયણ મૂર્તિએ દેશના યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી હતી
હાલમાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે જો ભારતે આગળ વધવું હશે તો યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું પડશે. આ પછી સોશિયલ મીડિયા ઘણા જુદા જુદા જૂથોમાં વહેંચાઈ ગયું હતું. આ નિવેદન બાદ મૂર્તિને જેટલી ટીકા થઈ તેટલું જ સમર્થન પણ મળ્યું. જો કે, નિષ્ણાતો માને છે કે લોકોના હેલ્થ પર તેની નકારાત્મક અસર પડશે.


Spread the love

Related posts

શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થઈ Jawaની નવી બાઇક અને સ્પોર્ટી ડિઝાઈન-પાવરફૂલ એન્જિન

Team News Updates

આ 5 મિશન પર ટકેલી છે ભારતની 44 અબજ ડોલરની સ્પેસ ઈકોનોમી

Team News Updates

 Mutual Funds:34,697 કરોડ  રૂપિયા 1 મહિનામાં જમા થયા, મ્યુચ્યુઅલ ફંડ  લોકોની પહેલી પસંદ બન્યું

Team News Updates