News Updates
RAJKOT

RAJKOTના ખોરાણામાંથી બોગસ તબીબ ઝડપાયો

Spread the love

ધો.12 પાસ શખસ અગાઉ જામકંડોરણા અને સુરતમાં ક્લિનિકમાં કામ કરતો, એક વર્ષથી પોતે ક્લિનિક ખોલી હતી

રાજકોટ શહેરમાંથી વધુ એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કુવાડવાના ખોરાણા ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન ધો.12 પાસ શખસ છેલ્લા 12 માસથી ક્લિનીક ચલાવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. તેની પાસેથી ઈન્જેકશન, દવાઓ, દવાના બાટલા, બીપ માપવાનું મશની સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ નજીક કુવાડવાના ખોરાણા ગામે મેઈન બજારમાં બોગસ ડોક્ટર ડિગ્રી વગર ક્લિનીક ચલાવતો હોવાની માહિતીના આધારે રાજકોટ શહેર SOG પોલીસ સ્ટાફે દરોડો પાડી ક્લિનીકની ખુરશી પર બેઠેલ શખસની પૂછપરછ કરતા તે રાજકોટમાં મોરબી રોડ પર રહેતો અને મુળ જામકંડોરણાના રાયડી ગામનો મુકેશ મનસુખભાઈ ઠાકર (ઉં.વ.55) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ડિગ્રીની માંગ કરતા તેની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ક્લિનિક પર દરોડો કરતા ક્લિનીકમાંથી મેડિકલ સારવારના સાધનો સ્ટ્રેથોસ્કોપ તેમજ દવાઓ અને ઈન્જેકશનનો જથ્થો મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોતે ધો.12 પાસ હોવાનું અને અગાઉ જામકંડોરણા પંથકમાં ડોક્ટર સાથે 9 વર્ષ અને સુરતમાં તબીબ સાથે 2.5 વર્ષ સુધી કામ કર્યુ હોવાનું જણાવ્યું હતું. બાદમાં હવે છેલ્લા 12 માસથી ખોરાણા ગામે ક્લિનીક ચલાવતો હોવાનું જણાવતા પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા સહિતનો ગૂનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ક્લિનિક પરથી કુલ 9516 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપી બોગસ તબીબ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે કોઇપણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર ડોક્ટર તરીકેનુ કામ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના ગેરકાયદે મેડિકલ પ્રેક્ટીસ કરી દવા તથા સાધનો રાખી બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહિ હોવા છતાં તપાસી છેતરપિંડી કરતા આઇ.પી.સી. કલમ 419 તથા મેડિકલ પ્રેક્ટીસનર એકટ કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા:17 હોટલ-રેસ્ટોરાંમાં ચેકિંગ કરી 16 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો, 2 વેપારીને નોટિસ ફટકારી

Team News Updates

ARC પ્રોજેકટ માટે દેશના એકમાત્ર રાજકોટની પસંદગી:મનપા અને US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ દ્વારા આગામી 4-5 ઓગષ્ટે ખાસ વર્કશોપ યોજાશે

Team News Updates

ગોંડલમાં કમોસમી વરસાદને કારણે પાકને નુક્સાન, ખેડૂતો રડી પડ્યા

Team News Updates