News Updates
RAJKOT

RAJKOT:TRP ગેમ ઝોન 80 હજારથી 1.20 લાખ વીજબિલ આવતું,2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન માગ્યું હતું,PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું’તું

Spread the love

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત નીપજ્યા છે. જેમાં પોલીસ ફરિયાદ થયા બાદ તંત્રના લાગતા વળગતા તમામ વિભાગોના અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે PGVCLના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોલાવી નિવેદન લેવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જગ્યાના માલિક દ્વારા વર્ષ 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શનની માગણી કરવામાં આવી હતી. જ્યારે સ્થળ ઉપર ગેમ ઝોન ખાતે 100 કિલોવોટનું વીજ કનેક્શન PGVCL દ્વારા આપવામાં આવ્યું હતું અને જેનું માસિક વીજબીલ 80 હજારથી 1.20 લાખ સુધી આવતું હતું.

TRP ગેમ ઝોનનું લાઈટ બિલ

મહિનોરકમ
જાન્યુઆરી, 2024રૂ. 78848.88
ફેબ્રુઆરી, 2024રૂ. 128478.30
માર્ચ, 2024રૂ. 54228.36
એપ્રિલ, 2024રૂ. 120799.20

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ PGVCL દ્વારા કામગીરી સાથે અહેવાલ સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, આગ લાગવાના બનાવની જાણ સાંજના આશરે 5.30 વાગ્યાની આસપાસ ફોલ્ટ સેન્ટરમાં રહેલ કર્મચારીને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર 3 કર્મચારી સાથે સલામતીના ભાગરૂપે સ્થળ પર પહોંચ્યા હતા. આ વીજ જોડાણ નાનામવા ફીડરમાંથી આપેલ હોવાથી નાનામાવા ફીડરને બંધ કરવામાં આવ્યું હતું. બનાવની જગ્યાએ એલટી વીજ જોડાણ આવેલ છે અને આ વીજ જોડાણ જે વીજ ટ્રાન્સફોર્મરમાંથી આપવામાં આવેલ તેના ડીઓ ઉતારી વીજ જોડાણનો પાવર બંધ કરી નાનામવા ફીડર ચાલુ કરવામાં આવેલ હતું.

બનાવવાળી જગ્યાએ વીજ જોડાણ અશોકસિંહ જાડેજાનાં નામે 100 કિલોવોટનું છે. જેમના ગ્રાહક નંબર 88610245373 છે. આ વીજ જોડાણ જે ટ્રાન્સફોર્મરમાંથી આપેલ તે ટ્રાન્સફોર્મર સેન્ટર તથા તેમાંથી નીકળતા મેઈન કેબલ, મીટર તેમજ મીટરમાંથી નીકળતા કેબલ, લોડ સાઈડના કટઆઉટ ફ્યુઝ યોગ્ય છે. તેની ચકાસણી કરી PGVCLનું નેટવર્ક બરાબર છે તેવો રિપોર્ટ કરવામાં આવેલ છે. તેમજ પ્રાથમિક તારણ મુજબ અકસ્માત આંતરિક સંશાધનોના કારણે થયો હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે.

અગ્નિકાંડ બાદ તપાસ દરમિયાન PGVCLના ડેપ્યુટી એન્જિનિયર એસ.કે. ચૌહાણની પૂછપરછ કરવામાં આવી હતી. ગઈકાલે બપોરના લગભગ 12.30 વાગ્યા આસપાસ તેમને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેની રાત્રિના 8.30 વાગ્યા સુધી સતત 7થી 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ ઉપર ક્યારે વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું. કેટલા કેવીનું વીજ જોડાણ લેવામાં આવ્યું હતું. તેમજ આગ લાગી તે દિવસે કરવામાં આવેલ રોજકામ સહિતની વિગતો અંગેની વિગતવાર માહિતી સાથે નિવેદન નોંધવામાં આવેલ છે.


Spread the love

Related posts

રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 બોલાયો મુહૂર્તમાં એક મણનો :ગોંડલ યાર્ડમાં લાલચટક મરચાંની આવક શરૂ,સિઝનની શરૂઆતે 3500થી 4000 ભારીની આવક નોંધાઈ

Team News Updates

 1 વર્ષમાં 2,680 કરોડનો વધારો PGVCLને આવકમાં :ઓનલાઇન પેમેન્ટની સુવિધાથી આવક વધી ,સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં 58.44 લાખ ગ્રાહકોએ કરોડોનો વિજ વપરાશ કર્યો 

Team News Updates

મનપાનું બુલડોઝર ફરી વળ્યું:વોર્ડ નંબર 11ના નાનામૌવા સહિતનાં વિસ્તારોમાંથી 27 ગેરકાયદે ઝૂંપડા હટાવી રૂ. 79.55 કરોડની જમીન ખુલ્લી કરાઇ

Team News Updates