News Updates
RAJKOT

RAJKOT:પૈડા થંભી ગયાં સિટીબસનાં:ચાર્જિંગ સ્ટેશનમાં જ ઇલેક્ટ્રિક બસોના થપ્પા,સમયસર પગાર ન થતા ડ્રાઈવરોની હડતાળ

Spread the love

રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટીબસના પૈડા થંભી ગયા છે. સમયસર પગાર નહીં થતા બસનાં ડ્રાઈવરોએ વીજળીક હડતાળ પર ઉતરતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે. બસનાં ડ્રાઈવરોનો પગાર સમયસર કરવામાં નહીં આવતા તેમના દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાજકોટના 80 ફુટ રોડ પરનાં ચાજિંગ સ્ટેશનની અંદર જ બસોના થપ્પા કરી દેવામાં આવ્યા છે. જેને કારણે અનેક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

છેલ્લા 6 મહિનાથી અમારો પગાર સમયસર કરવામાં આવતો નથી. એક તો નાના પગાર હોય અને તે પણ સમયસર કરવામાં આવતા નથી. જેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અનેકવાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે. છેલ્લે આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અમારે હડતાળ કરવાની ફરજ પડી છે. ત્યારે તાત્કાલિક અમારી સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ છે.

સાદીક સુલતાનભાઈ નામના અન્ય ડ્રાઇવરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની 70 જેટલી ઇલેક્ટ્રિક સિટીબસનાં ડ્રાઈવરોને પગાર પણ સમયસર આપવામાં આવતો નથી. જેને કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલમાં ઘરનાં ભાડા ભરવાની સાથે બાળકોની ફી તેમજ નાના-મોટા હપ્તા સહિતના ખર્ચ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે લેખીતમાં પણ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવયો ન હોવાથી અમારે આ હડતાળ કરવાની ફરજ પડી છે. આ માટે મુસાફરોને પડતી હાલાકી માટે અમે દિલગીર છીએ. પણ તાત્કાલિક અમારી સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.

આ એજન્સી અને ડ્રાઈવરોનો પ્રશ્ન છે. મનપા દ્વારા માત્ર કિલોમીટર દીઠ રકમ ચૂકવવમાં આવતી હોય છે. આ વખતે માર્ચ-એપ્રિલનાં કારણે તેમાં અંદાજે 15 દિવસ જેટલું મોડું થયું છે, પણ ડ્રાઈવરોનો પ્રશ્ન તો કાયમી છે. એજન્સી દ્વારા તેઓને 6 મહિનાથી સમયસર પગાર ચૂકવવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે મનપા દ્વારા એજન્સીને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યો છે. સવારથી જ આ અંગે મિટિંગોનો દોર ચાલી રહ્યો હોવાથી ટૂંક સમયમાં હડતાળ સમેટી લેવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 70 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે. જેના 100 જેટલા ડ્રાઈવરો દ્વારા અચાનક હડતાળ પાડવામાં આવી છે અને અમુલ સર્કલ પાસેના ચાર્જિંગ સ્ટેશન ખાતે બસોના ખડકલા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે દરરોજ સિટીબસમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમિત ઓફિસમાં તેમજ સ્કૂલ-કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. જોકે, મોટાભાગની સ્કૂલો અને કોલેજોમાં હાલ વેકેશન છે.


Spread the love

Related posts

લોકાર્પણ માટે નેતાજી પાસે સમય જ નથી!:રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઈટ બસ સ્ટેશન 6 માસથી તૈયાર; 4.50 કરોડના ખર્ચે 1326 ચો.મી.માં 13 પ્લેટફોર્મ બનાવ્યા

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિ.ના UPSC ભવનમાં વર્ગો શરૂ થશે,IAS-IPS બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મફત ક્લાસ,10 જૂન સુધીમાં ફોર્મ ભરો, એક્ઝામ-ઈન્ટરવ્યુના આધારે એડમિશન

Team News Updates

રાજકોટની સિવિલમાં 4 વર્ષનાં માસૂમને ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ; સિક્યોરિટીએ સતર્કતા દાખવી પોલીસને બોલાવી

Team News Updates