News Updates
AHMEDABAD

GUJARAT:બે મહિનામાં 20 લાખ મુસાફરોએ કરી યાત્રા અમદાવાદ SVPI એરપોર્ટ પરથી

Spread the love

અમદાવાદ, ગુજરાત – 30 મે, 2024 – સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ (FY24) ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોને યાત્રા સુવિધા પૂરી પાડી માઈલસ્ટોનને વટાવ્યો છે. પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાનું એક કારણ ઉનાળુ વેકેશનની સિઝન પણ છે.

23મી મેના રોજ એરપોર્ટ પર FY24નો અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત દિવસ નોંધાયો હતો, જેમાં 279 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે રેકોર્ડ 38,790 મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી. SVPIA એકંદરે દરરોજ 34,333 મુસાફરો અને 268 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નું સંચાલન કરે છે. ગત વર્ષે આ સમાન સમયગાળામાં 1.9 મિલિયન મુસાફરોનો ટ્રાફિક રહ્યો હતો.

FY23-24માં એરપોર્ટે રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન કરતા એરપોર્ટે 11,781,525 મુસાફરોને સેવા આપી હતી, જે પેસેન્જર્સની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે.

SVPIA મુસાફરોને એક સીમલેસ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા સમર્પિત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં તાજેતરના રોકાણોએ મુસાફરોના આરામ અને સગવડોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

  • ટર્મિનલ 2 માં એક નવો સ્વિંગ-સંચાલિત સુરક્ષા હોલ્ડ વિસ્તાર
  • 395 મીટર સુધી વિસ્તરણ પામતો સમાંતર ટેક્સી વે
  • નવી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ
  • પાર્કિંગ અને નવા રૂટમાં વધારો
  • ટર્મિનલ 2 ના એપ્રોન પાસે પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત ઓપરેશનલ ક્ષમતાઓ માટે ટર્મિનલ 1
  • એપ્રોનની પુન: ગોઠવણી કરવાની યોજના છે.
  • એર એશિયાની કુઆલાલંપુર માટે નોન-સ્ટોપ સેવા (ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ)
  • એર ઈન્ડિયાથી દિલ્હી માટે વધારાની સીધી ફ્લાઈટ્સ (ગુરુવાર અને શનિવાર)

છેલ્લા બે મહિનામાં અમદાવાદીઑના સૌથી લોકપ્રિય સ્થાનિક સ્થળો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને જયપુર રહ્યા હતા. જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોમાં અબુ ધાબી, દુબઈ, બેંગકોક, દોહા અને કુઆલાલંપુરનો સમાવેશ થાય છે.

SVPIA 7 એરલાઇન્સની સેવાઓ દ્વારા 37 નોન-સ્ટોપ અને 4 વન-સ્ટોપ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ સાથે જોડાણ ધરાવે છે. ઉપરાંત 17 એરલાઇન્સ દ્વારા 14 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ પ્રદાન કરે છે.


Spread the love

Related posts

63 મૂન્સ ટેક્નોલોજીસનો સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં યોજાશે રોડ શો

Team News Updates

અમદાવાદ ખાતે GICEA દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates