News Updates
AHMEDABAD

665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરી રાજ્ય સરકારે ;ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે  12થી વધુ રોગની,717થી વધીને 1382 થઈ એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ

Spread the love

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 665 નવી જીવન રક્ષક દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલમાં એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ 717થી વધીને 1382 થઈ છે. નવી ઉમેરાયેલી દવાઓના કારણે કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીશ, બી.પી. તેમજ કીડનીના રોગથી પીડાતા દર્દીઓને જીવન રક્ષક દવાઓથી ગુણવત્તાયુક્ત દવા અને સારવાર મળી રહેશે.

આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશિયલ ઉપચાર માટેની 33 દવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 2028 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, વર્ષ 2022-23ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.


Spread the love

Related posts

યુ- ટ્યુબ પરથી લોક ખોલવાનું શીખ્યા:ટેક્ષીનો ઉપયોગ કરી જૂની ગાડીઓની ચોરી કરનારા બે ઝડપાયા; ખોટા કાગળ કરી વેચી નાખતા

Team News Updates

નબળા વિદ્યાર્થીઓને નહી રહે બોર્ડની પરીક્ષાનો ડર, વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા અમદાવાદ ગ્રામ્ય DEOએ શરુ કર્યો નવતર પ્રયોગ

Team News Updates

63 મૂન્સ ટેક્નોલોજીસનો સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં યોજાશે રોડ શો

Team News Updates