News Updates
EXCLUSIVERAJKOT

ચેતજો RAJKOT!!: ઉનાળામાં કંઈપણ પિતા પહેલા જરા તપાસજો, રાજકોટની બજારમાં વગર લાઈસન્સે ધીકતા ધંધા શરુ…

Spread the love

ઉનાળામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સૌ કોઈ ઠંડા-પીણા પીને ગરમીથી રાહત મેળવતા હોય છે ત્યારે તકવાદીઓ દ્વારા ફૂડ લાઈસન્સ વિના ધીકતા હાટડાઓ કેટલા યોગ્ય??: કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગને સતર્ક થવાની જરૂર

તા.૪,રાજકોટ: હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરુ થઇ ચુકી છે ત્યારે બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીના સૌ કોઈ ઠંડા -પીણા દ્વારા ગરમીથી રાહત મેળવતા હોય છે ત્યારે અમુક તકવાદીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં પીછેહઠ કરતા નથી અને સરકારનાં આરોગ્ય અને ફૂડ વિભાગનાં નિયમોને નેવે મુકીને પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ થઇ જાય છે.

ભારતમાં કોઈપણ પ્રકારનાં ખાધ-ખોરાકનાં વેચાણ કે ઉત્પાદન માટે FSSAI નોંધણી અથવા લાયસન્સ ભારતમાં ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, ડિપોઝિટરી, પરિવહન અને વિતરણમાં રોકાયેલા તમામ ફૂડ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર્સ માટે જરૂરી છે.છતાં અમુક લોકો આવા લાયસન્સ લીધા વિના જ પોતાના હાટડાઓ ખુલ્લા મુકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાઈ છે.

ત્યારે હાલમાં રાજકોટનાં બજારમાં એક ઠંડા-પીણાએ ધૂમ મચાવી છે. પીળા રંગનાં સ્ટીકર સાથે બોટલ પેકિંગમાં આવતું આ કંપનીનું ઠંડા-પીણું લીંબુ સોડા અને લીંબુ સરબત એમ બંને ફ્લેવરમાં માર્કેટમાં વેંચાઈ રહ્યું છે. આ પીણું ખરીદીને પિતા પહેલા ચેતજો.કેમકે આ પીણાનાં ઉત્પાદકોએ કોઈપન પ્રકારનાં fssai લાઈસન્સ કે અન્ય કોઈ પ્રકારનાં લાયસન્સ લીધા વિના જ વેંચાણ શરુ કરી દીધું છે. આ પીણું પીવાથી રાજકોટનાં લોકોનું આરોગ્ય જોખમાઈ તો જવાબદાર કોણ ?? એ પણ વિકટ પ્રશ્ન ઉપજી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાને તપાસ કરી કડક પગલાં લેશે ખરું??

શું વાર-તહેવારે નાના ધંધાર્થીઓને ત્યાંથી ખોરાકનાં નમુના લઈને તેને દંડ કરતુ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય ને ફૂડ વિભાગનું તંત્ર આ ઉત્પાદકનાં ઉત્પાદન સ્થળ સુધી પહોંચી કોઈ પ્રકારની કડક કાર્યવાહી દ્વારા રાજકોટનાં નગરજનોનાં આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવામાં ક્યારે સફળ થશે ??


Spread the love

Related posts

રાજકોટમાં આગના બે બનાવ:બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કચરાની ગાડી સળગી ઉઠી

Team News Updates

રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 બોલાયો મુહૂર્તમાં એક મણનો :ગોંડલ યાર્ડમાં લાલચટક મરચાંની આવક શરૂ,સિઝનની શરૂઆતે 3500થી 4000 ભારીની આવક નોંધાઈ

Team News Updates

UJJAIN: SARDAR PATELની મૂર્તિ ટ્રેક્ટરથી તોડી પડાઈ, મક્દોનમાં ભારેલો અગ્નિ

Team News Updates