News Updates
RAJKOT

RAJKOT:વર્ના કાર ‘કાળ’ બની રાજકોટમાં :બે વર્ષના પુત્ર અને માતાનું મોત, અન્ય એકની હાલત ગંભીર,બે બાળકો સાથે પગપાળા જતી મહિલાને ચાલકે અડફેટે લીધી

Spread the love

રાજકોટ કાલાવડ હાઇવે પર આવેલ મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે બાળકો સાથે પગપાળા જતી મહિલાને બેફામ સ્પીડે આવતા હ્યુન્ડાઇની વર્ના કાર ચાલકે અડફેટે લેતા ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન બે વર્ષના પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજા પહોંચતા પરપ્રાંતિય પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ કાલાવડ હાઇવે પર મેટોડાના મણીદ્વીપ મંદિરની સામે રોડ ક્રોસ કરતી વેળાએ શીલુદેવી ચંદનકુમાર શાહ (ઉં.વ.21), અંકુશ ચંદનકુમાર શાહ (ઉં.વ.2) અને રાજા કૈલાશભાઈ પાસવાન (ઉં.વ.13) સહિત કુલ ત્રણ વ્યક્તિને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધા હતા. હિટ એન્ડ રનનો બનાવ બનતાની સાથે જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને ત્રણેય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતથી ગંભીર ઈજા થતા ત્રણેયને પ્રથમ સારવાર માટે મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત વધુ નાજુક હોય જેથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં ફરજ પરના તબીબોએ શીલુદેવી તેમજ તેમના પુત્ર અંકુશને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જી નાસી છૂટનાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને તેમનો પુત્ર કારખાનામાંથી કામ પૂર્ણ કરી ઘરે જવા નીકળ્યા હતા. તે વેળાએ રોડ ક્રોસ કરતી વખતે બનાવ બન્યો હતો. અકાળે માતા-પુત્રના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


Spread the love

Related posts

મનપાનું બુલડોઝર ફરી વળ્યું:વોર્ડ નંબર 11ના નાનામૌવા સહિતનાં વિસ્તારોમાંથી 27 ગેરકાયદે ઝૂંપડા હટાવી રૂ. 79.55 કરોડની જમીન ખુલ્લી કરાઇ

Team News Updates

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates

રાજકોટમાં દુકાનોની હરાજી:જીજાબાઈ ટાઉનશીપમાંથી મનપાને 3.08 કરોડની આવક, એક દુકાનની 11.70 લાખ અપસેટ પ્રાઈઝ સામે 33.60 લાખ મળ્યા

Team News Updates