News Updates
RAJKOT

‘આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ 2024’:રિલાયન્સ ગૃપ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હાલાર પંથકના ઊંટોની સ્વાસ્થ્ય સંભાળ માટે

Spread the love

જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં મોસમી વસવાટ કરતા ઊંટ પાલકોના લાભાર્થે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઊંટ સ્વાસ્થ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષને ‘આંતરરાષ્ટ્રિય ઊંટ વર્ષ’ તરીકે જાહેર કરાયું છે. હાલાર પંથકમાં સમાવિષ્ટ થતા જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરતટીય વિસ્તારોમાં ભોપા રબારીઓ ખારાઇ પ્રજાતિના ઊંટનું પાલન કરે છે અને માત્ર ઊંટના દૂધ, તેમાંથી બનતા માવા અને ઊંટના વેચાણ દ્વારા જીવન નિર્વાહ ચલાવે છે. ખારાઈ ઊંટોની ખાસિયત એ છે કે, ખુબ સારું તરી શકે છે, ખારું પાણી પી શકે છે અને દરિયાકિનારાની ક્ષારયુક્ત મેન્ગ્રુવ(ચેર) જેવી વનસ્પતિનો ચારો ચરતાં હોય છે. રસપ્રદ છે કે, ઊંટડીનું દૂધ માતાના દૂધનો વિકલ્પ બહી શકે તેટલું પોષક્મૂલ્ય ધરાવે છે. જે કોલેસ્ટ્રોલ નિયંત્રણ, ડાયાબીટીસ નિયંત્રણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.

રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અનુસાર તાલીમબધ્ધ પશુ ચિકિત્સકોની મદદ લઈને આ વિચરતા માલધારીઓના દૂર-સુદૂર આવેલા ચરિયાણ વિસ્તાર સુધી જઈને ઊંટની આરોગ્ય સંભાળની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઊંટમાં મુખ્યત્વે હીમોપ્રોટોઝોન અને સંસર્ગજન્ય ચામડીના રોગ થતા હોય છે. કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા – મહાદેવિયા, ખંભાળિયા તાલુકાના બેહ અને જામનગર તાલુકાના બેડ ગામોના અંતરિયાળ વિસ્તારમાં જઈને 200 જેટલા ઊંટની સંપૂર્ણ આરોગ્ય વિષયક ચિકિત્સા કરી મેડીકલ, સર્જીકલ અને ગાયનેકોલોજીકલ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત પશુપાલકોને ઊંટના સ્વાસ્થ્ય માટે જરૂરી સાર સંભાળ માટે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સરકારના બંને જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પણ જરૂરી તાંત્રિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ દ્વારા વર્ષ 2016 થી શરૂ કરવામાં આવેલ સંપૂર્ણ સુવિધાસજ્જ વેટરનરી હોસ્પિટલના માધ્યમથી આજ દિન સુધીમાં કુલ બે લાખ કરતા વધુ પશુઓની સારવાર સંભાળ લેવામાં આવી છે.


Spread the love

Related posts

 માથું ચીરી નાખ્યું પત્નીએ પતિનું!: પત્નીએ પતિને ખાટલામાં જ દાતરડા-ધારિયાથી રહેંસી નાખ્યો,જસદણના નાની લાખાવડ ગામમાં ઘરકંકાસમાં વિફરેલી

Team News Updates

વિજ્ઞાન જાથાનો બાબા બાગેશ્વરને પડકાર:રાજકોટનાં રેસકોર્સમાં યોજાનાર કાર્યક્રમમાં અમારા 50 માણસો હશે, બાબા તેમના નામ કે પાનકાર્ડ નંબર કહી બતાવે

Team News Updates

પેટ્રોલપંપની આ સ્કીમ માત્ર ગાડીઓવાળા માટે:ગુલાબી નોટ વટાવનારાઓને બરાબરના ભેરવી દીધા, નેતાજીની ઉતાવળે અધિકારીઓને ધંધે લગાડ્યા

Team News Updates