News Updates
ENTERTAINMENT

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ધૂમ મચાવશે રાજકોટ-વડોદરા અને નવી મુંબઈમાં:વન-ડે અને T20 સિરીઝ રમાશે,વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની વુમન્સ ટીમ સામે મુકાબલો

Spread the love

T20 વર્લ્ડ કપ પછી, BCCIએ ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમ સાથે સિરીઝ ગોઠવી છે. ટીમ હવે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને આવતા વર્ષે જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે વ્હાઇટ બોલની સિરીઝ રમશે.

આ પહેલા ભારતે T-20 વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ સામે 3 વન-ડે સિરીઝ 2-1થી જીતી હતી. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે 9 મેચ 15 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 જાન્યુઆરી સુધી ચાલશે.

ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ODI અને 3 T-20 સિરીઝ રમવાની છે. 15, 17 અને 19 ડિસેમ્બરે નવી મુંબઈમાં 3 T20 રમાશે. તમામ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. જ્યારે 22, 24 અને 27 ડિસેમ્બરના રોજ વડોદરામાં 3 વન-ડે રમાશે. 2 મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે છેલ્લી મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

વેસ્ટ ઈન્ડિઝ બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 3 વન-ડે મેચ રમશે. ત્રણેય મેચ રાજકોટમાં સવારે 11 વાગ્યે શરૂ થશે. આ મેચ 10, 12 અને 15 જાન્યુઆરીએ રમાશે.

ટીમ ઈન્ડિયા મહિલા T20 વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજને પાર કરી શકી નથી. ટીમને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ સેમિફાઈનલમાં પણ પ્રવેશી શકી ન હતી. ટુર્નામેન્ટ બાદ, ભારતે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે 3 વનડે રમી હતી. સિરીઝ ભારતે 2-1થી પોતાના નામે કરી હતી.

2025માં ભારતમાં મહિલા વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. આમાં ભારત સહિત માત્ર 8 ટીમ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તે ટીમ પણ છે જેણે 7 વખત ટાઇટલ જીત્યું છે.


Spread the love

Related posts

‘એનિમલ’ના એનિમીનું પોસ્ટર થયું રિલીઝ:બોબી દેઓલ જબરજસ્ત લુકમાં જોવા મળ્યો, લોહીથી લથબથ ચહેરા સાથે નજરે પડ્યો

Team News Updates

નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો:વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 88.77 મીટરનો જેવલિન થ્રો; ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો

Team News Updates

જાડેજાએ એશિયા કપમાં પઠાણનો રેકોર્ડ તોડ્યો:રોહિતે સચિનના રેકોર્ડને તોડ્યો; કોહલી-રોહિત વચ્ચે 5000 રનની ભાગીદારી; જાણો અન્ય રેકોર્ડ્સ

Team News Updates