News Updates
RAJKOT

CCTV માં ગોબરાઓ એક વર્ષમાં 1,652 કેદ:દંડ ન ભરનારના ઘરે હવે મહેમાન આવશે,રાજકોટમાં જાહેરમાં પિચકારી મારનાર 3.41 લાખના ચલણ સામે માત્ર 58,200 વસુલાયા

Spread the love

રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકોને અલગ અલગ સ્થળો ઉપર ફીટ કરવામાં આવેલા 1000 કેમેરા દ્વારા ઝડપી લઈ ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. હાલ કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી આ કામગીરી કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષમાં મનપાએ આવા 1,652 લોકોને ઝડપી પાડીને કુલ 3.41 લાખના ચલણ ઇસ્યુ કર્યા છે. જોકે આ પૈકી અત્યાર સુધીમાં 58,200નાં માત્ર 286 ચલણની જ વસુલાત થઈ છે. જેને લઈને હવે મનપા દ્વારા દંડ નહીં ભરનારની ઘરે જઈ વસુલાત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મનપાનાં કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગના વત્સલ પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં 1000 જેટલા કેમેરા મૂકવામાં આવ્યા છે. જેના માધ્યમથી કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ દ્વારા જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા લોકોને ઈ-ચલણ આપવામાં આવે છે. જેમાં છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કુલ 1,652 લોકો CCTVની બાજ નજરમાં ઝડપાઇ જતા તમામને ચલણ મારફત 3.41 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધીમાં આ પૈકી માત્ર 286 ચલણનાં 58,200ની વસુલાત કરાઈ છે.

ઈ-ચલણ મારફત વસુલવામાં આવતો દંડ ભરવામાં લોકો ઉદાસીન હોવાથી મ્યુ. કમિશનરનાં આદેશથી આ ચલણ કડક રીતે વસૂલવાનું શરૂ કરાયું છે. જેમાં RTOની સાથે, વેરા વસુલાત સાથે અથવા તો કોઈપણ વ્યક્તિના 5 કે તેથી વધારે ચલણ ઇશ્યુ થાય તો આવા વ્યક્તિની ઓળખ કરીને સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમને તેના ઘરે મોકલી વસુલાત કરવામાં આવી રહી છે. જોકે રસ્તા પર ચાલતા-ચાલતા કોઈ થૂંકે તો તેને ઝડપી લેવા માટેની કોઈ વ્યવસ્થા હાલ નથી. પણ ટૂંક સમયમાં જ AIનાં માધ્યમથી આવા લોકોને ઝડપી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા વર્ષ 2017થી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા વાહન ચલાવતા જાહેર રસ્તા ઉપર પાન-ફાકી ખાઈને થૂંકતા લોકોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં અનેક લોકોને દંડ ફટકારવામાં આવી ચુક્યો છે, પરંતુ લોકો આ દંડની રકમ ભરવાનું ટાળતા હોય છે. જેને લઈને વેરા વસુલાત સાથે આ દંડ પણ વસૂલવામાં આવનાર છે. જોકે હાલ લોકો દંડથી બચવા થુકતા સમયે આજુબાજુ CCTV કેમેરા છે કે નહીં તે ખાસ ધ્યાન રાખી રહ્યા છે. પણ થૂંકવાનું બંધ કરતા નથી. ત્યારે લોકો પોતે જાગૃત થાય તે જરૂરી છે.


Spread the love

Related posts

રાજકોટમાં PGVCLએ વિદ્યુત સહાયકની પરીક્ષા લીધા બાદ ભરતી ન કરતાં ઉમેદવારો 24 કલાકથી ધરણાં પર…

Team News Updates

જસદણ ખાતે મતદાન જાગૃતિ અર્થે પોસ્ટર સ્પર્ધા યોજાઇ

Team News Updates

કોલેજિયનો બાદ હવે નોકરી કરતાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવાનું ષડયંત્ર પોલીસે પકડ્યું

Team News Updates