News Updates
RAJKOT

રાજકોટમાં રોગચાળો વકર્યો:ડેન્ગ્યુ 12, ચિકનગુનિયા 2 અને મેલેરિયાનો વધુ 1 કેસ, આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરાઈ

Spread the love

રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે ડેન્ગ્યુનાં વધુ 12 કેસ નોંધાયા હતા તેમજ મેલેરિયા 1 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવ્યા છે. સાથે જ શરદી-ઉધરસ તેમજ તાવના સૌથી વધુ 926 અને ઝાડા-ઉલટીનાં વધુ 173 સહિત છેલ્લા 3 મહિનામાં સૌથી વધારે 1114 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે.

દર્દીઓની સંખ્યા 5 ગણી હોવાની શક્યતા
જોકે મનપા દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓમાં માત્ર આરોગ્ય કેન્દ્રો અને શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓનો સમાવેશ થતો હોય છે. તો હકીકતમાં શહેરમાં નાના-મોટા 1000 દવાખાનાઓ આવેલા છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ આવા તમામ સ્થળોએ પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા હકીકતમાં દર્દીઓની સંખ્યા 5 ગણી વધારે હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

રોગચાળો અટકાવવા પ્રયાસ
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

મચ્છરજન્ય રોગચાળો વઘ્યો
મચ્છરનો ફેલાવો વધતા મચ્છરજન્ય રોગચાળો વઘ્યો છે. નવેમ્બરનાં પ્રથમ બે સપ્તાહ સુધી સામાન્ય રીતે ડેન્ગ્યુ સહિતનાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે અને એકસાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. જેને લઈ મચ્છરની ઉત્પત્તિ રોકવા માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

2911 ઘરોમાં ફોગીંગ
મચ્છરોની ઉત્પત્તિ રોકવા આરોગ્ય વિભાગ દ્વારા 56 મેલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટિયર્સ દ્વારા તારીખ 20થી 26 નવેમ્બર વચ્ચે 65 હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તો 2911 ઘરોમાં ફોગીંગ સહિત જરૂરી કામગીરી કરાઈ છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 273 અને કોર્મશીયલ 10 આસામીઓને નોટીસ આ૫વામાં આવી હતી. તેમજ અનેક આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે.


Spread the love

Related posts

કોલેજિયનો બાદ હવે નોકરી કરતાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવાનું ષડયંત્ર પોલીસે પકડ્યું

Team News Updates

2 મહીનાનો પ્લાન, 30 મિનિટમાં અંજામ:રાજકોટના વૃદ્ધાને બંધક બનાવી 15.21 લાખ લુંટ્યા, પોલીસને ગોટે ચડાવવા જૂનાગઢ ગયા’ને ખુદ જાળમાં ફસાયા

Team News Updates

લાલચ આપી  IPO માં રોકાણથી સારા વળતરની ;કારખાનેદાર સાથે.8.75 કરોડની ઠગાઇ

Team News Updates