News Updates
RAJKOT

યાત્રી કૃપયા ધ્યાન દે:રાજકોટ ડિવિઝનથી ચાલતી 4 ટ્રેનો આંશિક ડાયવર્ટ, દ. ભારતની ટનલના સમારકામને પગલે નિર્ણય

Spread the love

રાજકોટ રેલવે ડિવિઝનમાંથી ચાલતી 4 ટ્રેનોને આંશિક રીતે ડાયવર્ટ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના સત્યસાઈ પ્રસંતિનિલયમ અને બસમપલ્લી સ્ટેશનો વચ્ચે આવેલી ટનલ નંબર 65ની મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને 8 ડિસેમ્બરથી 28 જાન્યુઆરી દરમિયાન આ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની જાણ માટે ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. તેમજ ટ્રેનના સંચાલન સંબંધિત વધુ અપડેટ્સ માટે www. enquiry. indianrail.gov.inની મુલાકાત લેવા જણાવાયું છે.

ટ્રેન નં. 19568/19567 ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
પ્રાપ્ત વિગત મુજબ ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયાગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા અને બંગારાપેટ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયાસાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા- ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશનોનો સમાવેશ થાય છે.​​​​​​

ટ્રેન નં. 16613/16614 ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
આ ઉપરાંત ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયાગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં ગુટી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ અને બંગારાપેટ સ્ટેશનોનો સમાવેશ થાય છે. તેમજ ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયાસાલેમ- તિરુપત્તુર-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર અને ગુટી સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.


Spread the love

Related posts

નવરાત્રીને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો, હ્રદય રોગના જોખમને પહોંચી વળવા નિર્ણય

Team News Updates

5 આરોગ્ય કેન્દ્ર 24×7 ચાલુ રહેશે, એક મહિના બાદ લોકોને રાત-દિવસ ઘર નજીક ડિલિવરી સહિતની સુવિધા મળશે, સ્ટાફ માટે ભરતી પ્રક્રિયા શરૂ

Team News Updates

Rajkot:ગાયને માતા કહી મત માગતા શાસકો ગાયોના મોત મામલે મૌન,રાજકોટમાં પાંજરાપોળમાં ગાયોના મોત મામલે ગરમાઈ રાજનીતિ

Team News Updates