News Updates
VADODARA

મહાઠગને ઝડપવા 7 હજાર કિમી પીછો કર્યો:CMO અધિકારીની ઓળખ આપતો, મોડેલ પર દુષ્કર્મ આચર્યું, વડોદરા કોર્ટમાંથી ફરાર થયો, આસામ-મિઝોરમ બોર્ડરથી પકડાયો

Spread the love

25 દિવસ પહેલાં વડોદરાની કોર્ટમાં જાપ્તામાં પોલીસની નજર ચૂકવીને CMO ઓફિસના અધિકારીની ખોટી ઓળખ આપનાર અને મોડલ ઉપર દુષ્કર્મ આચરનાર વિરાજ પટેલ ફરાર થઈ ગયો હતો. જોકે, વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે 7 હજાર કિલોમીટર સુધી પીછો કરી આસામ-મિઝોરમની બોર્ડર ઉપરથી ઝડપી પાડ્યો છે. કોર્ટમાંથી ભાગતા પૂર્વે વડોદરા જેલમાં તેણે કરેલી વાતચીત ઉપરથી ક્રાઈમ બ્રાંચે કડી મેળવીને તેનો પીછો શરૂ કર્યો હતો.

CMO ઓફિસની ઓળખ
ગાંધીનગરના સરગાસણ ગામના રહેવાસી વિરાજ અશ્વિનભાઈ પટેલ છેલ્લા કેટલાંક સમયથી પોતાને CMO ઓફિસના અધિકારીની ઓળખ આપતો હતો. CMO ઓફિસના અધિકારીનું ખોટું આઈકાર્ડ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેમાં તેને મુંબઈની એક મોડેલને પોતાની જાળમાં ફસાવી હતી. આ મોડેલ મહિલાને તેને ગુજરાતની ગીફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

ધમકીઓ આપી મોડલ પર દુષ્કર્મ આચર્યું
મહાઠગ વિરાજ પટેલે મુંબઈની મોડલના એટીએમ કાર્ડ ચોરી લીધા લીધા હતા અને મોડેલની જાણ બહાર તેના એકાઉન્ટમાંથી રૂપિયા 90,000 રકમ ઉપાડી લીધી હતી. મોડેલે આ અંગે વિરાજને વાત કરતા વિરાજે પોતે CMO ઓફિસના અધિકારી હોવાનું જણાવી ધમકીઓ આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

દુષ્કર્મ કેસમાં હાજર કરાયો હતો
દરમિયાન આ બનાવની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે અંગે ગોત્રી પોલીસે વિરાજ પટેલની ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો. તારીખ 10-11-023ના રોજ વિરાજ પટેલને જાપ્તા હેઠળ વડોદરા સેસન્સ કોર્ટમાં દુષ્કર્મ કેસમાં મુદતમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાંથી તે પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. વિરાજ ફરાર થઈ ગયા બાદ નિષ્કાળજી દાખવવા બદલ જાપ્તાના પીએસઆઈ સહિત બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જેલમાંથી કડી મળી
કોર્ટમાંથી ગંભીર ગુનાનો આરોપી વિરાજ પટેલ ફરાર થઈ જતાં શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના અને ડીસીપી યુવરાજસિંહ જાડેજા તેમજ એસીપી એચ.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે જેલમાંથી તપાસનો દોર શરૂ કર્યો હતો અને જેલમાંથી જ પોલીસને કડી મળી હતી.

500 સીસીટીવી ફૂટેજ ચકાસ્યા
આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયેલા આરોપી વિરાજ પટેલ અંગે ડીસીપી યુવરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્ટમાંથી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાંચ અને ગોત્રી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપી સુધી પહોંચવા માટે આરોપી વિરાજ જેલમાં હતો ત્યારે તેણે સરકારી ફોનથી કઈ કઈ વ્યક્તિ સાથે વાતચીત કરી હતી તેની માહિતી મેળવી હતી. આ સાથે વડોદરા-અમદાવાદના 500 સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ઉપરાંત ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.

વિરાજ 7 હજાર કિમી ફર્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં આરોપી વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી પહોંચ્યા બાદ છત્તીસગઢ, બિહાર, આસામ, ત્રિપુરા જઈ દેશના પૂર્વાંચલના આસામ અને મિઝોરમ તેમજ ગુજરાતમાં આશ્રય લેતો હતો. વિરાજ દેશ છોડી વિદેશમાં ભાગી જવાની ફિરાકમાં હતો. વડોદરાથી ભાગી છૂટ્યા બાદ 7000 કિલોમીટર ફર્યો હતો.

પોલીસ ટીમો પહોંચી
ડીસીપી યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, વિરાજ પટેલ વિદેશ ભાગી જાય તે પહેલાં તેનો પીછો કરી રહેલી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ આર.એન. બારૈયા, પીએસઆઈ પી.એમ. ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ, કિશોરસિંહ તથા સ્ટાફ આસામ-મિઝોરમ ખાતે પહોંચ્યો હતો અને વોચ ગોઠવી દીધી હતી. આસામ-મિઝોરમની બોર્ડર ઉપરથી વિરાજ પટેલને દબોચી લીધો હતો.

ઠગાઈ-ચોરીના ગુના કરેલા છે
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી વિરાજ પટેલ એક વર્ષ પહેલાં અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં અને ચાંદખેડા તેમજ બોપલ પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં ઝડપાયો હતો. તેની સામે પાસા પણ કરવામાં આવ્યા હતા. આ બાદ તે વડોદરામાં રહેવા માટે આવી ગચો હતો. આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયેલા વિરાજ પટેલની વધુ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.


Spread the love

Related posts

Vadodara:ટિકિટના દરોમાં ભાવ વધારો લાગુ,આજથી સિટી બસની સવારી બની મોંઘી

Team News Updates

ચારિત્ર્ય પર શંકા કરી પત્નીના ગળે છરી હુલાવી:વડોદરામાં પિયર ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી લઈ જઈ પતિએ હુમલો કર્યો, બચવા માટે ઉપરના માળેથી કૂદકો માર્યો, લોહીલુહાણ

Team News Updates

Vadodara:ટેસ્ટિંગ દરમિયાન ફાટ્યો ફાયર સિલિન્ડર,કર્મચારીને પેટ અને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ

Team News Updates