News Updates
ENTERTAINMENT

IPL 2024 : 1000 રન, 100 વિકેટ અને 100 કેચ ,રવિન્દ્ર જાડેજા

Spread the love

ગુજરાતી ખેલાડીએ કર્યું આ કારનામું, IPLના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યા

કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટથી બાજી જીતી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત થઈ હતી. આ જીતના હિરો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રહ્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં ઓલરાઉન્ડર તરીકે સારું પ્રદર્શન જોવા મળ્યું હતુ. આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એક એવો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. જે આઈપીએલમાં આની પહેલા કોઈ કરી શક્યું નથી.

રવિન્દ્ર જાડેજા આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેમણે 4 ઓવર બોલિગ કરી માત્ર 18 રન આપ્યા હતા અને 4 વિકેટ પોતાને નામ કરી હતી. આટલું જ નહિ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં 2 કેચ પણ લીધા હતા. આ સાથે તેમણે આઈપીએલમાં 100 કેચ પુરા કર્યા હતા. તે આઈપીએલમાં 100 કેચ પકડનાર 5મો ખેલાડી બની ગયો છે.

રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં સૌથી સફળ ઓલરાઉન્ડર માંથી એક છે. તે આઈપીએલમાં 2776 રન બનાવી ચુક્યો છે. તેમણે આઈપીએલમાં 156 વિકેટ પણ લીધી છે અને હવે 100 કેચ પણ પુરા કર્યા છે.

જાડેજા આઈપીએલના ઈતિહાસમાં પહેલો એવો ખેલાડી બની ગયો છે. જેમણે 1000 રન બનાવ્યા છે અને 100 વિકેટની સાથે 100 કેચ પણ લીધા છે. આના સિવાય કોઈ ખેલાડી આઈપીએલમાં આ રેકોર્ડ કરી શક્યું નથી.


Spread the love

Related posts

જીત્યો ગોલ્ડ મેડલ બેડમિન્ટનમાં નિતેશ કુમારે,Paralympics 2024માં ભારતને બીજો ગોલ્ડ મેડલ

Team News Updates

50 ટકા હિસ્સો ખરીદ્યો  ધર્મા પ્રોડક્શનમાં , રિલાયન્સને પાછળ છોડીને અદાર પૂનાવાલાએ

Team News Updates

આલા રે આલા, સિમ્બા આલા:રોહિત શેટ્ટીએ સિમ્બાનો લૂક શેર કર્યો, પોસ્ટરમાં રણવીર સિંહ ગર્જના કરતો જોવા મળ્યો

Team News Updates