મહિલા ટી 20 વર્લ્ડકપ 2024ના શેડ્યૂલની જાહેરાત થઈ ચુકી છે. બાંગ્લાદેશની મેજબાનીમાં આયોજિત થનારી આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થશે. તો ચાલો જોઈએ ક્યાં ગ્રુપમાં કઈ ટીમ છે.
આઈસીસીએ મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ 2024ના શેડ્યૂલની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશની મેજબાનીમાં રમાશે. આ વખતે વર્લ્ડકપમાં કુલ 10 ટીમ ભાગ લેશે. જેના વચ્ચે 19 દિવસમાં ફાઈનલ સહિત કુલ 23 મેચ રમાશે. તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દેરક ગ્રુપમાં 4-4 ટીમ રમાશે. દરેક એક ગ્રુપની ટૉપ-4 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે. ત્યારબાદ 4 ટીમો વચ્ચે પ્લેઓફની રેસ શરુ થશે.
મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની શરુઆત 3 ઓક્ટોબરના રોજથી શરુ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઢાકા અને સિલહટમાં રમાશે. સેમિફાઈનલ મેચ 17 અને 18 ઓક્ટોબરના રોજ રમાશે. ફાઈનલ મેચ 20 ઓક્ટોબરના રોજ ઢાકામાં રમાશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર 1 છે. ભારતીય ટીમ 6 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે ટકરાશે.