ખેડૂતો-પશુપાલકો માટે ખુશખબર
ભારતની હવામાન ક્ષેત્રે ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં દેશભરમાં 102 ટકા વરસાદ વરસી શકે છે.
હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન લાંબા સમયગાળાની સરેરાશ 868.6 મિલિમીટર છે. જેના 96થી 104 ટકા વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. ભારતની હવામાન ક્ષેત્રે ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં દેશભરમાં 102 ટકા વરસાદ વરસી શકે છે.
સ્કાય મેટના હવામાનશાસ્ત્રીએ કહ્યું છે કે, અલનીનો ચોમાસુ આવતા આવતા લા નીનોમાં ફેરવાઈ જશે. જેના કારણે સમગ્ર દેશમાં ચોમાસા દરમિયાન વરસાદ સારો અને નોંધપાત્ર રહેવાની ધારણા છે. અલ નીનોથી લા નીનોમાં ફેરફારને કારણે ચોમાસુ સિઝનની શરૂઆત થોડીક વિલંબિત થવાની ધારણા છે. આ સાથે, સમગ્ર ચોમાસાની સિઝનમાં વરસાદનું પ્રમાણ અસમાન રહેવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે, કેટલીક જગ્યાએ વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી શકે છે તો કેટલાક સ્થળોએ ઓછો વરસાદ વરસી શકે છે.