News Updates
RAJKOT

RAJKOT:16 વર્ષીય છાત્રાને ફોસલાવી ગેરેજ સંચાલકે હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

Spread the love

રાજકોટ શહેરમાં દુષ્‍કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. 16 વર્ષની છાત્રાને ગેરેજ સંચાલક શખસે રસ્‍તામાંથી ગાડીમાં બેસાડી બસ સ્‍ટેશન પાછળની હોટલમાં લઇ જઇ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં અંતે સગીરાએ પરિવારજનોને વાત કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બી-ડિવીઝન પોલીસે ભોગ બનેલી છાત્રાના વાલીની ફરિયાદ પરથી, મૂળ ખેરડીના અને હાલ રાજકોટ રહેતાં દિવ્‍યેશ જીતુભાઇ આસોદરીયા વિરુદ્ધ આઇપીસી 363, 376(2) (એન), 506(2) તથા પોક્‍સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા દોઢ મહિના દરમિયાન ભોગ બનેલી સગીરા સ્કૂલે જતી ત્‍યારે આરોપી દિવ્‍યેશ પાછળ પાછળ જતો હતો. એ પછી તેણે એક દિવસ બાળાને રસ્‍તામાંથી પોતાની ગાડીમાં બેસાડી લીધી હતી અને બસ સ્‍ટેશન પાછળની હોટેલમાં લઇ ગયો હતો. જ્‍યાં તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો.

અવારનવાર આ મુજબ દુષ્કર્મ આચરી આ અંગે કોઈને જાણ કરશે તો મારી નાખશે તેવી ધમકી આરોપી દિવ્‍યેશે સગીરાને આપી હતી. જેથી ડરીને સગીરાએ કોઇને જાણ કરી ન હતી. આખરે હિંમત કરી સગીરાએ બનાવ અંગે પરિવારજનોને જાણ કરતાં તેના વાલી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ નોંધાવતા ફરિયાદ આધારે પોલીસે અપહરણ, બળાત્‍કાર, પોક્‍સો, ધમકી હેઠળ ગુનો નોંધી આરોપી દિવ્‍યેશ આસોદરીયા (ઉં.વ.23)ની અટકાયત કરી તપાસ તજવીજ હાથ ધરી હતી.


Spread the love

Related posts

જલારામ જયંતિની ઉજવણી વીરપુર પહોંચ્યા 45 સાયકલ સવાર 500 કિલોમીટરનું અંતર કાપી:એક એક કિલોની કેકના 225 ટૂકડા રાખી કેક કટિંગ કરાઈ

Team News Updates

10 વર્ષના બાળકનું હાર્ટ-એટેકથી મોત, રાજકોટમાં બે દિવસ ઝાડા-ઊલટી રહ્યા બાદ

Team News Updates

રાજકોટીયન્સને મળી આવાસની ભેટ:1548 આવાસનું લોકાર્પણ અને 1010 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું, PM મોદીએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

Team News Updates