News Updates
RAJKOT

ખેડૂત પુત્રએ 99.99 PR મેળવ્યા:તાલાલામાં ખેતી છોડીને પુત્રને ભણાવવા રાજકોટ કારખાનામાં નોકરી કરી, દીકરાએ સપનું સાકાર કર્યું; પુજિત રૂપાણી ટ્રસ્ટે ત્રણ વર્ષ ફી લીધી નહીં

Spread the love

આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડનાં ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં દર વખતની જેમ આ વખતે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ડંકો વગાડ્યો છે. રાજકોટના પૂજિત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થી રુદ્ર ગામીએ બોર્ડમાં 99.99 PR સાથે ડંકો વગાડ્યો છે. જેના પિતા રાજકોટમાં નોકરી કરે છે અને સાથે-સાથે ગામડે ખેતી કરી રહ્યા છે. જો કે, આજે આ પરિણામથી ખેડૂત પુત્ર પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

પિતાની ઈચ્છા પૂર્ણ કરી
તાલાલા ખાતે ખેતીકામ કરતા અને રાજકોટમાં ભાડાના મકાનમાં રહી દીકરાને અભ્યાસ કરાવવા આવેલા ગામી પરિવારના દીકરાએ આજે બોર્ડમાં ડંકો વગાડી પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે. રુદ્ર ગામી નામના આ વિદ્યાર્થીએ આજે ધોરણ 10 માં 99.99 PR અને 96.66 % મેળવી પોતાના માતા-પિતા અને શાળા સહિત સમગ્ર રાજકોટનું નામ રોશન કર્યું છે. રુદ્રનાં પિતા ખેતી કરતા હોવા છતાં તેનાં દીકરાના અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખી કારખાનામાં નોકરી કરતા હતા.

શાળા છેલ્લા 3 વર્ષથી નિ:શુલ્ક ભણાવતી હતી
રુદ્ર ગામી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્રસ્ટ પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં રહી રાજકોટની ધોળકિયા શાળામાં અભ્યાસ કરતો હતો. શાળાએ પણ છેલ્લા 3 વર્ષથી રુદ્રની ફી લીધી ન હતી અને તેમને નિઃશુલ્ક અભ્યાસ કરાવતા હતા જેની સામે રુદ્રએ તેમની પાછળ તમામની મદદને ભરપૂર મહેનત સાથે સાકાર કરી બતાવી છે.

હું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા ખેતીકામ કરતા હોવા છતાં મારા અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. સાથે જ શાળા દ્વારા પણ અમારી આર્થિક પરિસ્થિતિ ધ્યાને રાખીને મને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવ્યું હતું. મેં શરૂઆતથી જ ખૂબ મહેનત કરી હતી. જેમાં શાળાના સમય ઉપરાંત ઘરે પણ સતત વાંચન કરતો હતો અને જ્યારે મુશ્કેલી પડે ત્યારે શાળાનાં શિક્ષકો પણ ખૂબ સારો સપોર્ટ કરતા હતા. જેને કારણે જ મને સફળતા મળી છે. હવે આગળ મારે IIT માં અભ્યાસ કરીને એન્જીનીયર બનવાની ઈચ્છા છે.

આ રિઝલ્ટ તેની મહેનતનું જ પરિણામ છે
જયારે તેના પિતા જીતેન્દ્રભાઈ ગામીએ જણાવ્યું હતું કે, હું ખેતીકામ કરું છું અને રાજકોટમાં ખાનગી ઓફિસમાં નોકરી કરું છું. આજે મારા દીકરાનું પરિણામ 99.99 PR આવ્યું છે. તેના આ પરિણામથી અમે ખુબ જ ખુશ છીએ. તે પોતે શાળાએ જે અભ્યાસ કરાવતા અને તેનું ઘરે આવી રિવીઝન કરતો રહેતો હતો એને પોતાની જાતે મહેનત કરી છે અને તેની મહેનતનું જ આ પરિણામ છે જેનાથી અમે ખુબ ખુશ છીએ.


Spread the love

Related posts

બાગેશ્વર બાબાના રાજકોટમાં ધામા:દિવ્ય દરબાર માટે 32 સમિતિ અને 600 કાર્યકરો દ્વારા તૈયારી શરૂ કરાઇ, 31 મીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવશે

Team News Updates

‘સની પાજી દા ઢાબા’ ફરી વિવાદમાં:રાજકોટ ફૂડ વિભાગના દરોડામાં 10 કિલો વાસી પનીર અને 7 કિલો પ્રિપેડ ફૂડ મળ્યું, ઠેર-ઠેર ગંદકીના ગંજ

Team News Updates

મિશ્રઋતુમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો 1, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ નોંધાયા

Team News Updates