News Updates
AHMEDABAD

ગુજરાતીઓનું ગણિત સારું:ગણિત, વિજ્ઞાન, સોશિયલ સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા; સંસ્કૃત, પર્શિયન, ઉર્દુમાં પણ પૂરા માર્ક લાવ્યાં

Spread the love

આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિતમાં પાક્કા સાબિત થયા છે. ગુજરાતીઓનું ગણિત સારું હોવાનું પરિણામમાં બહાર આવ્યું છે. ધોરણ-10ની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. જેમાં ગણિત, વિજ્ઞાન અને સોશિયલ સાયન્સ. આ ઉપરાંત ભાષાઓ જેવી કે, સંસ્કૃત, પર્શિયન, ઉર્દુમાં પણ 100માંથી 100 માર્ક્સ મેળવ્યાં છે. જોકે, આ બાબતે ગુજરાતીમાં એક પણ વિદ્યાર્થી 100 માર્ક્સ મેળવવામાં સફળ થયો નથી. ગુજરાતીમાં સૌથી વધુ 97 માર્ક્સ એક વિદ્યાર્થીને આવ્યા છે. જ્યારે સેકન્ડ લેગ્વેંજ અંગ્રેજીમાં 48 વિદ્યાર્થીને 99 માર્ક્સ આવ્યા છે. હિન્દીમાં એક 96 માર્ક્સ આવ્યા છે.

ગણિતમાં વિદ્યાર્થીઓ પાવરધા
ગુજરાત બોર્ડની ધોરણ 10ની યોજાયેલી પરીક્ષામાં 100માંથી 100 માર્કસ્ મેળવનાર વિદ્યાર્થીઓમાં સૌથી વધુ વિદ્યાર્થી ગણિતના છે. જેમાં બેઝિક ગણિતમાં 671 વિદ્યાર્થીઓને 100 માર્ક્સ આવ્યા છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ગણિતમાં 197 વિદ્યાર્થીઓને 100 માર્ક્સ મળ્યા છે. આમ કુલ 868 વિદ્યાર્થીઓ ગણિતમાં પાવરધા સાબિત થયા છે.

વિજ્ઞાન, સોશિયલ સાયન્સમાં પણ સારા માર્ક્સ
ગુજરાતમાં વિજ્ઞાનમાં 178 વિદ્યાર્થીઓએ 100માંથી પૂરેપરાં માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત સોશિયલ સાયન્સમાં પણ ફૂલ માર્ક્સ મેળવ્યાં છે. જેમાં 58 વિદ્યાર્થીઓ પૂરેપરાં માર્ક્સ લાવ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ & હાર્ડવેરમાં એક વિદ્યાર્થીને પૂરા માર્ક્સ આવ્યા છે.


Spread the love

Related posts

બાબા બાગેશ્વરના ગુજરાતમાં ધામા:ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાને પહોંચ્યા, બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Team News Updates

પરીક્ષાના વિઘ્નહર્તા બન્યા ગુજરાતી IPS:કોન્સ્ટેબલથી લઈને IG કક્ષાના અધિકારી સુધીની તમામ જવાબદારી સંભાળી, ઉમેદવારો પણ પરીક્ષાની કામગીરીથી અભિભૂત

Team News Updates