News Updates
NATIONAL

આજથી 6 નાના-મોટા ફેરફારો:મલેશિયામાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો

Spread the love

આજથી એટલે કે 1લી ડિસેમ્બર 2023થી ઘણા નાના-મોટા ફેરફારો થયા છે. આજથી ભારતીય નાગરિકોને મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નકલી સિમ પર કાર્યવાહી કરવા માટે નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થયા
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં આ સિલિન્ડરનો ભાવ 21 રૂપિયા મોંઘુ થઈને 1796.50 રૂપિયા થયો છે. અગાઉ સિલિન્ડર 1775 રૂપિયામાં મળતું હતું. 14.2 કિલોનું ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં 903 રૂપિયા અને ભોપાલમાં 908 રૂપિયામાં ઉપલબ્ધ છે.

2. મલેશિયામાં ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી
ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. ચીની અને ભારતીય નાગરિકો મલેશિયામાં 30 દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. જો તમે ભારતમાંથી કુઆલાલંપુર જાવ છો, તો ચેન્નાઈ-કોલકાતા જેવા શહેરોની ફ્લાઈટનો ખર્ચ લગભગ 12,000 રૂપિયા હશે. અગાઉ શ્રીલંકા અને થાઈલેન્ડે પણ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી.

3. નકલી સિમ પર કાર્યવાહી કરવા માટે નિયમોમાં ફેરફાર
આજથી સિમ વેચવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ હેઠળ સિમ વેચનારા તમામ ડીલરો માટે વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. ડીલરોએ પણ સિમ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

ટેલિકોમ ઓપરેટરો કોઈપણ સિમ વેચતા વેપારીના પોલીસ વેરિફિકેશન માટે જવાબદાર રહેશે. નિયમોની અવગણના કરવા પર 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. નકલી સિમ કાર્ડના વેચાણ પર રોક લગાવવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

4. જો દસ્તાવેજો પરત કરવામાં વિલંબ થશે, તો બેંક દંડ ચૂકવશે
આજથી બેંક સંબંધિત ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર રિઝર્વ બેંક RBI દ્વારા કરવામાં આવ્યો છે. આ હેઠળ સંપૂર્ણ લોન ચૂકવ્યા પછી ગ્રાહકેને 30 દિવસની અંદર ગેરંટીના બદલામાં રાખેલા દસ્તાવેજો પરત કરવાના રહેશે. આ દસ્તાવેજો સમયસર પરત ન કરવાના કિસ્સામાં બેંકોને દંડ કરવામાં આવશે. આ દંડ દરરોજ 5 હજાર રૂપિયાના દરે ચૂકવવો પડશે.

જો દસ્તાવેજો ખોવાઈ જાય તો બેંકને વધારાનો ત્રીસ દિવસનો સમય મળશે. આ કિસ્સામાં બેંકને નવા દસ્તાવેજો મેળવવામાં મદદ કરવી પડશે અને તેનો ખર્ચ પણ ઉઠાવવો પડશે.

5. ઉપયોગમાં ન લેવાતા UPI ID ને ઇનએક્ટિવ કરવામાં આવશે
પેમેન્ટ રેગ્યુલેટર NPCIએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીનેથર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને આવા UPI ID ને ઇનએક્ટિવ કરવા કહ્યું છે કે જેમણે એક વર્ષ સુધી તેમના ID સાથે કોઈ વ્યવહાર કર્યો નથી. આવા ઇનએક્ટિવ ગ્રાહકોની UPI ID 31 ડિસેમ્બર સુધીમાં ઇનએક્ટિવ થઈ જશે. આ ID પર ઇનવર્ડ ટ્રાન્ઝેક્શન શક્ય નહીં હોય, એટલે કે, ફંડ આવી શકશે નહીં, પરંતુ પેમેન્ટ કરી શકાશે.

5. IPO લિસ્ટિંગમાં 6ને બદલે માત્ર 3 દિવસ લાગશે
માર્કેટ રેગ્યુલેટર સેબીએ IPO લિસ્ટિંગનો સમય 6 (T+6) દિવસથી ઘટાડીને 3 (T+3) દિવસ કર્યો છે. મતલબ કે હવે IPO ઈશ્યુ બંધ થયા બાદ શેરબજારમાં કંપનીઓના શેરનું લિસ્ટિંગ 3 દિવસમાં થઈ શકશે. અગાઉ આવું 6 દિવસમાં થતું હતું. સેબીના આ નિર્ણયથી IPO માર્કેટમાં લિસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને રોકાણકારોને લિસ્ટિંગ માટે વધુ રાહ જોવી પડશે નહીં. ઉપરાંત, જો IPOમાં શેરની ફાળવણી કરવામાં ન આવે તો, રિફંડ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. અહીં T ઇશ્યૂ બંધ કરવાની છેલ્લી તારીખ છે.

6.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. એક વર્ષથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે 21 મે 2022ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.


Spread the love

Related posts

લીલા શાકભાજી બાદ હવે મસાલાના ભાવમાં વધારો, એક કિલો જીરુંનો ભાવ 1200 રૂપિયા, લાલ મરચાનો ભાવ 400 રૂપિયાને પાર

Team News Updates

મોદીએ સાગરમાં સંત રવિદાસ મંદિર-સ્મારકનો પાયો નાખ્યો:100 કરોડમાં બનશે; PMએ કહ્યું- રવિદાસે કહ્યું હતું કે પરાધીનતા એ સૌથી મોટું પાપ છે

Team News Updates

કર્ણાટકની ચૂંટણીથી સુરતના વેપારીઓ ખુશ:ઝંડા, ટોપી, ખેસના ઓર્ડરો મળ્યા, ચૂંટણી સામગ્રીના 50થી 100 કરોડના વેપારની શકયતા, સાડીઓના ઓર્ડર ન આવ્યા

Team News Updates