આગામી લોકસભાની ચૂંટણીના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ 3 અને 9 ડિસેમ્બર મતદારયાદીમાં નામ ઉમેરવાની છેલ્લી તક આપી છે. ઉપરાંત ઝોન કક્ષાએ કલા મહાકુંભ તેમજ ફૂટબોલ ટૂર્નામેન્ટ અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં કાયમી ચાર વધારાના કોચ મુકાશે.
- મેડિકલ- હેલ્થ કેમ્પ
સર્વરોગ નિદાન કેમ્પ
તારીખ: 3 ડિસેમબર
સ્થળ: કલ્પતરુ હાઉસ, માધાપર ઈન્ડસ્ટ્રીઝ ઝોન, શિવ માર્બલની બાજુમાં
સમય: સવારે 10:30 કલાકે
સાંધાના દુખાવાની તપાસ
તારીખ: 2 ડિસેમ્બર
સ્થળ: લાઈફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ.
સમય: સવારે 7થી 8:30
- કૃષિ
કૃષિ, ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગની મિલેટ એક્સ્પો માટે બેઠક
તારીખ: 1 ડિસેમ્બર
સ્થળ: જિલ્લા પંચાયત સભા ખંડ, જિલ્લા પંચાયત ચોક, રાજકોટ
સમય: સવારે 11:00 કલાકે
- ટ્રાન્સપોર્ટ
તારીખ: 1 ડિસેમ્બરથી પોરબંદર-દાદર ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’ ટ્રેનમાં 4 વધારાના કોચ કાયમી ધોરણે લગાડવામાં આવશે. જેમાં એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લિપર ક્લાસના વધારાના કોચ લગાવશે.
- સંગીત સંધ્યા
1 ડિસેમ્બરને શુક્રવારના રોજ 5:30 કલાકે સરગમ ક્લબ સંચાલિત સિનિયર સિટિઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં ‘સંગીત સાધના’ની સંગીત સંધ્યા યોજાશે. 2 ડિસેમ્બરે ‘કે.આર. ગ્રૂપ’ દ્વારા એક સંગીત સંધ્યા અને 3 ડિસમ્બરે સંગીત સંધ્યા યોજાશે.
- સિટી સ્પોર્ટસ
1થી 7 ડિસેમ્બર દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા ઝોન કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે. સ્પર્ધા કાર્યક્રમ 1 ડિસેમ્બરે ઝોન નં.1 અને 2 તેમજ વોર્ડ નં.1થી 5મા, 2 ડિસેમ્બરે ઝોન નં.3-4 તેમજ વોર્ડ નં.6થી 9માં, 4 ડિસેમ્બરે ઝોન 5 અને વોર્ડ નં.10, 11ની સ્પર્ધા, 6 ડિસેમ્બરે ઝોન 7-8 અને વોર્ડ નં. 14થી 18માં અને 7 ડિસેમ્બરે વોર્ડ 12,13માં હેમુ ગઢવી હોલ અને બાલભવનમાં સ્પર્ધા યોજાશે.
1 ડિસેમ્બરથી વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્રની 24 ટીમ ભાગ લેશે. રેલવે કોલોની ખાતે મેચ રમશે.
17 ડિસેમ્બરે ગુજરાત વેટરન ફૂટબોલ ટૂર્નામેન્ટ
રેલવે લોકો કોલોની ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ, કોઠી કમ્પાઉન્ડ ખાતે રાજકોટ અને જામનગરના વેટરન ફૂટબોલ ખેલાડીઓ મેચ રમશે.
- ઉજવણી
1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ 4 ડિસેમ્બર નૌ સેના દિવસ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના દિવસ 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ.
- મતદાર સુધારણા કાર્યક્રમ
તારીખ: 3 અને 9 ડિસેમ્બર
સ્થળ: બીએલઓ મતદાન મથક પર મતદારયાદી સુધારણાકાર્ય કરશે.
- ચૂંટણી અંગે તાલીમ
લોકસભાની ચૂંટણીના પગલે રાજકોટ સહિતના કલેક્ટરો માટે ચૂંટણી પંચે તાલીમ વર્ગનું આયોજન 5 ડિસેમ્બરે કર્યું છે.
- એજ્યુકેશન
નેશનલ ટેસ્ટિંગ એજન્સીની યુજીસી નેટ પરીક્ષા
તારીખ: 6થી 14 ડિસેમ્બર
સ્થળ: માહિતી વેબસાઈટ પર જાહેર કરાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા
તારીખ: 5 ડિસેમ્બર
સ્થળ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ. એડ સેમેસ્ટર-3 અને બી.એડ સેમેસ્ટર-3ની થિયરીની પરીક્ષા
સમય: બપોરે 2:30 કલાકે
ઈગ્નુ પરીક્ષા
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ.ની સત્રાંત પરીક્ષા 1થી 9 ડિસેમ્બર લેવામાં આવશે.
ડિગ્રીના રજિસ્ટ્રેશન શરૂ
તારીખ: 1થી 15 ડિસેમ્બર
યુનિવર્સિટીની વેબસાઈટ પર ફી રૂ.125 ભરી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.