News Updates
ENTERTAINMENT

એક વર્ષ બાદ યુઝવેન્દ્ર ચહલની ODI ક્રિકેટમાં વાપસી થતાં 4 શબ્દોમાં આપી પ્રતિક્રિયા

Spread the love

યુઝવેન્દ્ર ચહલ માટે ગુરુવારનો દિવસ ખુશીઓ લઈને આવ્યો હતો, જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. ચહલની ડિસેમ્બર મહિનામાં સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જો કે ચહલને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ચહલે વનડેમાં વાપસી પર ખેલાડીએ શાનદાર પ્રતિક્રિયા આપી છે.

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ટી-20 સિરીઝ 10 ડિસેમ્બરથી, વનડે સિરીઝ 17 ડિસેમ્બરથી અને ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે.

3 ODI માટે ભારતની ટીમ જોઈએ તો રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.

આપણે ચહલની વાત કરીએ તો, તે છેલ્લે ઓગસ્ટ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. 2023 એશિયા કપ અને વર્લ્ડ કપ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. આ માટે તે દુખી પણ હતો.

ત્રણ મેચોની વનડે સિરીઝ17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રમાશે. ચહલે ભારત માટે તેની છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.ચહલે તેના સોશિયલ મીડિયા પર ચાર શબ્દોની પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં પોતાનો ફોટો શેર કરતી વખતે યુઝવેન્દ્રએ કેપ્શન લખ્યું,Here we go AGAIN!

યુઝવેન્દ્ર ચહલ ટી 20 મેચમાં હરારે ખાતે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 18 જૂન, 2016ના રોજ ડેબ્યુ કર્યું હતુ. ચહલે છેલ્લી ટી 20 સિરીઝ લોડરહિલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 13 ઓગસ્ટ, 2023ના રોજ રમી હતી.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારત હરારે ખાતે 11 જૂન, 2016ના રોજ ODI મેચમાં ડેબ્યુ કર્યું હતુ. તેમજ ઈન્દોર ખાતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 24 જાન્યુઆરી, 2023ના રોજ ODIની છેલ્લી મેચ રમી હતી.

વર્લ્ડકપમાં અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ યુઝવેન્દ્ર ચહલને લઈને સૌથી ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ લેગ સ્પિનર ​​ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો ન હતો. ચહલની ટીમમાં ગેરહાજરી પર અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ભારતે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ માર્ચ મહિનામાં રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જુલાઈ-ઓગસ્ટમાં તેમજ એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાયો અને વર્લ્ડ કપ 2023માં ચહલને સ્થાન મળ્યું ન હતુ.


Spread the love

Related posts

 OVER POWER:PMને આપ્યું “NAMO OP” નામ,ગેમિંગના શોર્ટ કોડની જેમ ગેમર્સે

Team News Updates

‘ટાઈગર-3’ને નુકસાન વેઠવું પડે તેવી શક્યતા:જો શુક્રવારે રિલીઝ થાય તો ફિલ્મે ₹60 કરોડની ઓપનિંગ મેળવી હોત, જાણો શું કહે છે ટ્રેડ એનાલિસ્ટ?

Team News Updates

જેકલીન ફર્નાન્ડિઝે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું!:કરીના અને આલિયાની પાડોશી બની, જિમથી લઈને પૂલ સુધી, બિલ્ડિંગમાં લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે

Team News Updates