News Updates
ENTERTAINMENT

IMDBની ટોપ-10 ફિલ્મમાં ‘જવાન’ ટોપ પર:’લિયો’ ચોથા નંબરે, વેબ સિરીઝના લિસ્ટમાં પહેલા નંબરે શાહિદની ‘ફર્ઝી’

Spread the love

IMDb એ 2023ની ટોપની 10 સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્મો અને વેબ સિરીઝની યાદી બહાર પાડી છે. લોકપ્રિય ફિલ્મોની વાત કરવામાં આવે તો શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ ટોપ પર છે. બીજા ક્રમે શાહરુખની જ બીજી ફિલ્મ ‘પઠાન’ છે. વિજયની ‘લિયો’એ ટોપ 10ની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

વેબ સિરીઝની ટોપ 10 યાદીમાં શાહિદ કપૂરની ‘ફર્ઝી’ પ્રથમ સ્થાને છે. જ્યારે ગન્સ એન્ડ ગુલાબ’ બીજા સ્થાને છે.

આ લિસ્ટમાં તે ફિલ્મો અને વેબ સિરીઝના નામ સામેલ છે જે આ વર્ષે 1 જાન્યુઆરીથી 6 નવેમ્બર વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

IMDB ની ટોચની 10 લોકપ્રિય ફિલ્મો:-

મૂવીimdb રેટિંગ
જવાન7.1/10
પઠાન5.9/10
રોકી ઔર રાની કી પ્રેમ કહાની6.7/10
લિયો7.5/10
OMG 27.7/10
જેલર7.1/10
ગદર-25.3/10
ધ કેરલ સ્ટોરી7.2/10
તું જુઠ્ઠી મેં મક્કાર6.0/10
ભોલા6/10

IMDB ની ટોચની 10 લોકપ્રિય વેબ સિરીઝ:-

વેબ સિરીઝરેટિંગ
બફર્ઝી8.4/10
ગન્સ એન્ડ ગુલાબ7.7/10
ધ નાઇટ મેનેજર8/10
કોહરા7.5/10
અસુર 28.5/10
રાણા નાયડુ7.1/10
દહાડ7.6/10
સાંસ, બહુ ઔર ફ્લેમિંગો7.8/10
સ્કૂપ7.6/10
જુબલી8.3/10

ફિલ્મ ‘જવાને’ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1146 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતમાં 640.25 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાને’ વિશ્વભરમાં 1050 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

બીજી તરફ, વિજય થલાપતી સ્ટારર ફિલ્મ ‘લિયો’એ વિશ્વભરમાં 612 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ વિજયની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તમિળ ફિલ્મ બની ગઈ છે.


Spread the love

Related posts

MI ન્યૂયોર્ક મેજર લીગ T-20ની પ્રથમ ચેમ્પિયન:ઓર્કાસને 7 વિકેટે હરાવ્યું; 40 બોલમાં પુરણની સદી, 13 સિક્સર ફટકારી

Team News Updates

સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર મોહનલાલની ‘વૃષભ’થી ફિલ્મી કરિયરની કરશે શરૂઆત

Team News Updates

 22 વર્ષ પછી ફરી ગદરનો જાદુ, ફિલ્મે 3 દિવસમાં કરી આટલી કમાણી

Team News Updates