ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં આજે ફરીથી ડબલ હેડર મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. હૈદરાબાદ તરફથી એડન માર્કરમ અને હેનરિક ક્લાસેન ક્રિઝ પર છે. મયંક અગ્રવાલે 83 અને વિવંત શર્મા 69 રન બનાવીને આકાશ મેઢવાલનો શિકાર બન્યા હતા. ક્રિસ જોર્ડને ગ્લેન ફિલિપ્સની વિકેટ લીધી હતી.
મયંક સદી ચૂકી ગયો
મયંક અગ્રવાલે 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની IPL કારકિર્દીની 13મી અને આ સિઝનની પ્રથમ ફિફ્ટી હતી. તે 46 બોલમાં 83 રન બનાવીને આઉટ થયો હતો, આ ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલ 17મી ઓવરમાં જ આઉટ થઈ ગયો, જો તે થોડી વધુ ઓવર બચી ગયો હોત તો IPLમાં તેની બીજી સદી પૂરી કરી લેત.
વિવ્રાંત ફિફ્ટી બનાવીને આઉટ થયો
SRH તરફથી સિઝનની માત્ર ચોથી મેચ રમી રહેલા વિવ્રાંત શર્માએ 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ તેની IPL કારકિર્દીની પ્રથમ ફિફ્ટી છે.
વિવ્રાંત અને મયંક વચ્ચે સદીની ભાગીદારી
તેણે પાવરપ્લેમાં મયંક અગ્રવાલ સાથે શાનદાર શરૂઆત કર્યા પછી બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 140 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી. મયંક અગ્રવાલે પણ 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની IPL કારકિર્દીની 13મી અને આ સિઝનની પ્રથમ ફિફ્ટી છે.
પાવરપ્લેમાં SRHએ વિકેટ ગુમાવી નહોતી
ટોસ હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે નવા ઓપનિંગ કોમ્બિનેશનનો પ્રયાસ કર્યો હતો. ટીમે મયંક અગ્રવાલને વિવ્રાંત શર્માની સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા મોકલ્યો હતો. બંનેએ ટીમને મજબૂત શરૂઆત અપાવી અને 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 53 રન જોડ્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન(વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય અને આકાશ મેઢવાલ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: મયંક માર્કન્ડે, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, અકેલ હોસેન, અબ્દુલ સમાદ.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): એડન માર્કરમ (કેપ્ટન), મયંક અગ્રવાલ, વિવ્રાંત શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, નીતીશ રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: રમણદીપ સિંહ, વિષ્ણુ વિનોદ. ટ્રિસ્ટન સ્ટબ્સ, તિલક વર્મા, સંદીપ વોરિયર.
મુંબઈને મોટી જીતની જરૂર
મુંબઈએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. જેમાં તેણે સાતમાં જીત અને છ મેચ હારી હતી. ટીમના 14 પોઇન્ટ્સ છે. ટીમને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે 80થી વધુ રનની જીતની જરૂર છે. તે જ સમયે, તેઓ ઈચ્છે છે કે જો તેઓ સાંજની મેચ જીતી જાય તો પણ બેંગ્લોરના રન રેટ તેમનાથી વધુ ન હોવો જોઈએ.
હૈદરાબાદ સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ કેમરૂન ગ્રીન, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન અને જેસન બેહરનડોર્ફ હોઈ શકે છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને પીયુષ ચાવલા જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.
હૈદરાબાદ 13માંથી માત્ર ચાર મેચ જીતી શક્યું
હૈદરાબાદે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી છે. જેમાં તે માત્ર ચાર જ જીતી હતી અને નવ મેચ હારી ગઈ હતઈ. ટીમના આઠ પોઇન્ટ્સ છે અને તે પોઇન્ટ્સ ટેબલમાં તળિયે રહીને પ્લેઓફની રેસમાંથી બહાર છે.
મુંબઈ સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, હેરી બ્રુક અને ગ્લેન ફિલિપ્સ હોઈ શકે છે.
હૈદરાબાદ પર મુંબઈ ભારે
હેડ ટુ હેડની વાત કરીએ તો મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 20 મેચ રમાઈ છે. જેમાં મુંબઈએ 11 મેચ અને હૈદરાબાદે 9 મેચ જીતી છે.
પિચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમની પિચ હંમેશા બેટર્સના પક્ષમાં રહી છે. અને આ મેદાન પર બોલરોએ ઘણી મહેનત કરવી પડશે.
હવામાન સ્થિતિ
રવિવારે મુંબઈનું વાતાવરણ ગરમ રહેવાનું છે. આ દિવસનું તાપમાન 28થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી.