News Updates
ENTERTAINMENT

ડિશ ટીવીએ ‘ઑન યૉર કસ્ટમર’ પહેલ કરી શરૂ, સ્થાનિક કેબલ ઓપરેટરો સાથે કરી મહત્વની સહભાગીદારી 

Spread the love

દેશની અગ્રણી ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર ડિશ ટીવી ઇન્ડિયાએ સ્થાનિક કેબલ ઓપરેટરો (એલસીઓ) સાથેની તેની સહભાગીદારીના ભાગરૂપે ‘ઑન યૉર કસ્ટમર’ (ઓવાયસી) નામની તેની માર્કી અને વિશિષ્ટ પ્રકારની પહેલ શરૂ કરી છે. ડિશ ટીવી સાથેની આ સહભાગીદારીને કારણે ઑપ્ટિકલ ફાઇબર, ટ્રાન્સમિટર, નૉડ્સ અને એમ્પ્લિફાયર્સ જેવા વ્યાપક આંતરમાળખાંની જરૂરિયાત દૂર થઈ જતાં ખૂબ જ સરળતાથી ગ્રાહકોને ટીવી જોવાનો ચઢિયાતો અનુભવ પૂરો પાડી શકાશે. આ સહભાગીદારીને પગલે નેટવર્કની એકંદર વિશ્વસનીયતા તો વધશે જ પરંતુ તેની સાથે-સાથે મજબૂત કનેક્ટિવિટીની પણ ખાતરી થઈ શકશે.

કોવિડ-19 બાદ ઓટીટી પ્લેટફૉર્મ અને ડીટીએચ સેવાઓનો વિકાસ કૂદકેને ભુસકે વધતો રહ્યો છે, ત્યારે પરંપરાગત કેબલ ટીવી સેવાઓએ થોડી પીછેહટ કરવી પડી છે. આ પરિસ્થિતિમાં ડિશ ટીવી દ્વારા લૉન્ચ કરવામાં આવેલી ‘ઑન યૉર કસ્ટમર’ પહેલ કેબલ ઓપરેટરોને તેમના ગ્રાહકોના બેઝને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. કેબલ ઓપરેટરો તેમના ઘટતા જઈ રહેલા ગ્રાહકોના બેઝને લઇને ચિંતાતુર છે, કારણ કે, ગ્રાહકો તેમના ટીવી જોવાના અનુભવમાં આવતાં વિક્ષેપોને ટાળવા માટે ડીટીએચ પર પરિવર્તિત થવા માંગે છે. ડિશ ટીવીની આ પહેલ એક પર્ફેક્ટ ઉકેલ તો પૂરો પાડશે જ પરંતુ તેની સાથે-સાથે તેમને વધારાના ઓવરહેડ ખર્ચાઓ વગર તેમના ગ્રાહકોના બેઝને જાળવી રાખવામાં તેમને મદદરૂપ થશે.

ગ્રાહકો હવે તેમના કેબલ ઓપરેટરોની સહાયથી વધુ સારી ટેકનોલોજીનો અનુભવ મેળવી શકશે

આ ઓવાયસી પહેલની સાથે એલસીઓ અને એમએસઓ (મલ્ટિસિસ્ટમ ઓપરેશન્સ) તેમના નેટવર્ક પર તેમના સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખી શકશે અને તેઓ તેમના સ્વ-સંચાલિત પોર્ટલો મારફતે રીચાર્જ અને એક્ટિવેશન જેવા તેમના સંબંધિત વિસ્તારોમાં ડિશ ટીવીના વિતરકો તરીકે કામ કરશે, જે બાહ્ય એન્ટિટીઓ પરની નિર્ભરતાને દૂર કરી દેશે. ગ્રાહકો હવે તેમના કેબલ ઓપરેટરોની સહાયથી વધુ સારી ટેકનોલોજીનો અનુભવ મેળવી શકશે. આથી વિશેષ, એલસીઓને હવે બ્રોડબેન્ડ ઇન્સ્ટોલ કરવાની તક મળશે, જેના પરિણામે ગ્રાહકો હવે ઘરે બેઠાં-બેઠાં ડિશ ટીવી એન્ડ્રોઇડ બૉક્સ જેવી નવી ડિજિટલ ટેકનોલોજીઓનો ઉપયોગ કરી શકશે, જેઓ એલસીઓ દ્વારા પૂરાં પાડવામાં આવેલા બ્રોડબેન્ડ કનેક્શનને વધુ મજબૂત તો બનાવી જ રહ્યાં છે પરંતુ તેની સાથે ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પણ પૂરાં પાડી રહ્યાં છે.

મીડિયા ડિસ્ટ્રિબ્યુશનમાં આ પ્રકારની સૌપ્રથમ અને વિશિષ્ટ પ્રકારની પહેલ

આ પહેલ અંગે ટિપ્પણી કરતાં ડિશ ટીવી ઇન્ડિયા લિ.ના સીઇઓ મનોજ ડોભાલે જણાવ્યું હતું કે, ‘અમે ‘ઑન યૉર કસ્ટમર’ પહેલ લૉન્ચ કરીને ખૂબ જ ખુશ છીએ, જે મીડિયા ડિસ્ટ્રિબ્યુશનમાં આ પ્રકારની સૌપ્રથમ અને વિશિષ્ટ પ્રકારની પહેલ છે. તે કેબલ ટીવી ડિસ્ટ્રિબ્યુશનમાં મોટું પરિવર્તન લાવશે. ડિશ ટીવીની આ પહેલ એલસીઓ અને એમએસઓનું સશક્તિકરણ તો કરશે જ પરંતુ તેની સાથે-સાથે તેમને તેમના ગ્રાહકોના બેઝને વિસ્તારવામાં તથા તેમના સંચાલનના ખર્ચને ઘટાડવામાં મદદરૂપ પણ થશે, જ્યારે ડિશ ટીવીને નવા ગ્રાહકોનું ઍક્સેસ પ્રાપ્ત થશે અને તેમના સર્વિસિંગ ઓવરહેડ્સ ઘટશે. બંને વચ્ચેનો આ સંબંધ એ વાતની ખાતરી કરશે કે બંને પાર્ટીઓ ગ્રાહકોને અજોડ મૂલ્ય અને સેવાઓ પૂરી પાડીને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ફૂંકાયેલા આ પરિવર્તનના પવનને વધુ વેગ આપવા માટે કટિબદ્ધ છે.’

ઓવાયસી દ્વારા ડિશ ટીવી એલસીઓ બિઝનેસના વિકાસને સમર્થન પૂરું પાડવાની તેની કટિબદ્ધતાની ફરીથી પુષ્ટી કરે છે. તેનો પ્રાથમિક હેતુ ડીટીએચ અને કેબલ નેટવર્કની સંયુક્ત ક્ષમતાની મદદથી કેબલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં નવા પ્રાણ ફૂંકવાનો છે. ડિશ ટીવી એલસીઓ અને એમએસઓના ગ્રાહકો સાથેના સંબંધોને સુધારીને તથા ટીવી ડિસ્ટ્રિબ્યુશનમાં ગ્રાહક-કેન્દ્રી અભિગમને રજૂ કરીને એલસીઓ અને એમએસઓના વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ડિશ ટીવીની આ વિશિષ્ટ પહેલે ટેલિવિઝન ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે અને ગ્રાહકો તેમાં રસ લઈ રહ્યાં છે. તે મનોરંજનના વિતરણના ભવિષ્યને નવો આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.


Spread the love

Related posts

MI ન્યૂયોર્ક મેજર લીગ T-20ની પ્રથમ ચેમ્પિયન:ઓર્કાસને 7 વિકેટે હરાવ્યું; 40 બોલમાં પુરણની સદી, 13 સિક્સર ફટકારી

Team News Updates

ભૂતપૂર્વ પ્રેમિકા સિમી ગરેવાલે  રતન ટાટાને આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ:સલમાન ખાન, રાજામૌલી સહિત અનેક સેલેબ્સે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Team News Updates

Asian Games 2023 શૂટિંગમાં ગોલ્ડ, વુશુમાં સિલ્વર મેડલ, એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન

Team News Updates