ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં આજે ફરી ડબલ હેડર ડે છે. દિવસની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ તરફથી અનમોલપ્રિત સિંહ અને અભિષેક શર્મા ઓપનિંગમાં આવ્યા હતા. અનમોલપ્રીત સિંહે પહેલા જ બોલે ચોગ્ગા મારીને શરૂઆત કરી હતી. આ પછી ઇનિંગની ત્રીજી ઓવરમાં યુદ્ધવિર સિંહે અભિષેક શર્માને આઉટ કર્યો હતો. આ પછી રાહુલ ત્રિપાઠી અને અનમોલપ્રીત સિંહે ઇનિંગને આગળ વધારીને સ્કોરને 50 રનને પાર પહોંચાડ્યો હતો. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં યશ ઠાકુરે રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યો હતો. વિકેટકીપર ડી કોકે શાનદાર કેચ કર્યો હતો.
અમિત મિશ્રાએ ઓપનર અનમોલપ્રીત સિંહને આઉટ કર્યો હતો. હાલ કેપ્ટન એડન માર્કરમ અને હેનરિક ક્લાસેન ક્રિઝ પર છે.
પાવરપ્લેમાં હૈદરાબાદની બે વિકેટ પડી
હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી. ટીમે 6 ઓવરમાં 56 રન બનાવ્યા હતા અને બે વિકેટ પણ ગુમાવી હતી. અભિષેક શર્મા 7 રન અને રાહુલ ત્રિપાઠી 20 રન બનાવીને આઉટ થયો હતો. યુદ્ધવિર સિંહ અને યશ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.
લખનઉ તરફથી સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડરને ટીમમાં સ્થાન; SRHએ પણ એક ફેરફાર કર્યો
બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો છે. લખનઉએ બે ફેરફાર કર્યા છે. દીપક હુડા અને મોહસીન ખાનના સ્થાને સૌરાષ્ટ્રના પ્રેરક માંકડ અને જમ્મુ-કાશ્મીરના યુદ્ધવિર સિંહને લેવામાં આવ્યા છે. જ્યારે હૈદરાબાદે સનવીર સિંહને સ્થાન મળ્યું છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): એડન માર્કરમ (કેપ્ટન), અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમાદ, ટી નટરાજન, મયંક માર્કન્ડે, ભુવનેશ્વર કુમાર અને ફઝલહક ફારૂકી.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: વિવ્રાંત શર્મા, સનવીર સિંહ, મયંક ડાગર, નીતીશ કુમાર રેડ્ડી, માર્કો જેન્સન.
લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કાઇલ મેયર્સ, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુદ્ધવીર સિંહ ચરક અને આવેશ ખાન.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: સ્વપ્નિલ સિંહ, ડેનિયલ સેમ્સ, આયુષ બદોની, દીપક હુડા, અર્પિત ગુલેરિયા.
પોઇન્ટ્સ ટેબલમાં હૈદરાબાદ નવમા ક્રમે
આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 10 મેચમાંથી હૈદરાબાદે 4માં જીત મેળવી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ 8 પોઇન્ટ્સ સાથે ટેબલમાં 9મા સ્થાને છે. એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ગ્લેન ફિલિપ્સ અને માર્કો જેન્સન લખનઉ સામેની ટીમના 4 વિદેશી ખેલાડી હોઈ શકે છે. આ સિવાય રાહુલ ત્રિપાઠી, મયંક માર્કન્ડે અને ભુવનેશ્વર કુમાર જેવા મોટા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
લખનઉની ટીમે 11માંથી 5 મેચ જીતી હતી
લખનૌમાં આ સિઝનમાં અત્યાર સુધી 11 મેચ રમાઈ છે. જેમાં તેણે 5 જીતી છે અને 5 હારી છે. વરસાદના કારણે એક મેચનું પરિણામ આવ્યું નહોતું. હૈદરાબાદ સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ ક્વિન્ટન ડિકોક, કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન હોઈ શકે છે. આ સિવાય રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને આવેશ ખાન જેવા ખેલાડીઓ ટીમને મજબૂત બનાવી રહ્યા છે.
હૈદરાબાદ પર લખનઉ ભારે રહ્યું છે
લખનઉની આ બીજી સિઝન છે. હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, લખનઉ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ બે મેચ રમાઈ છે, જેમાં લખનઉ બન્ને વખત જીતી ગયું છે.