News Updates
NATIONAL

ચક્રવાતનો લાઈવ વીડિયો:કચ્છનાં નાનાં રણમાં સર્જાયેલો વંટોળ સોશિયલ મીડિયામાં વાઇરલ, રણમાં કામ કરતા અગરિયાઓ જોતા જ રહી ગયા

Spread the love

ઝાલાવાડ પંથકમાં ગત વર્ષે 21મી જૂને ઝાલાવાડના લખતરમાં ચક્રવાતે ભારે વિનાશ સર્જ્યો હતો. આ ઘટનાને હજી ઝાલાવાડનો લોકો ભુલ્યા નથી ત્યાં ગત મોડી સાંજે કચ્છના નાના રણમાં ચક્રવાતે રણને ધમરોળ્યું હતું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ચક્રવાતને પગલે મીઠું પકવતા અગરિયાઓ જોતા જ રહી ગયા હતા અને તેઓમાં ડર ફેલાયો હતો.

ચક્રવાતને જોઈને અગરિયાઓ ડરી ગયા
ગત મોડી સાંજે કચ્છના નાના રણમાં ચક્રવાત સર્જાયું હતું. જેનો લાઇવ વીડિયો સામે આવ્યો હતો. જેને લઈ ફરી રણકાંઠાના લોકોને વિચારતા કરી મૂક્યા છે. જેમાં આ વીડિયો બનાવનારા મુલાડા ગામના ભરતભાઇએ જણાવ્યું કે, કાલે 6 વાગ્યાની આસપાસ અમે મીઠાગોઢા નાગબાઈ રણમાં હતા, ત્યારે આકાશમાં ચકરી વાવાઝોડાનો લાઈવ વીડિયો અમે બનાવ્યો હતો. પ્રથમ તો આ દ્રશ્ય જોઇને અમે ડરી જ ગયા હતા.

ગત વર્ષે લખતર પંથકમાં ભયાવહ ચક્રવાત ત્રાટક્યું હતું
ઝાલાવાડ પંથકમાં ગત વર્ષે 21મી જૂને લખતરના જ્યોતિપરામાં આકાશી ચક્રવાતના લીધે અસંખ્ય મકાનોના નળીયા અને પતરા ઉડી ગયા હતા અને 20થી વધુ વિજપોલ ધરાશાયી થયા હતા. જ્યારે આ ચક્રવાતમાં 2 વ્યક્તિ અને 2 પશુઓને પણ ઇજાઓ પહોંચી હતી. ત્યારે 26મી જૂનની સાંજે પાટડી અને ગોરિયાવડ વચ્ચે આકાશી ચક્રવાતનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ ગોવિંદભાઇ સિંધવે જણાવ્યું હતું કે, આ ચક્રવાત લખતર અને વિરમગામના કાંકરાવાડી થઇને પાટડી તાલુકાના હેબતપુર થઇને પસાર થયું હતુ. જેણે લખતર પંથકમાં ભારે વિનાશ સર્જ્યો હતો. આ ઘટનાને હજી ઝાલાવાડના લોકો ભુલ્યા નથી ત્યાં ગત મોડી સાંજે કચ્છના નાના રણમાં આકાશી વાવાઝોડાનો વીડિયો સામે આવ્યો છે.


Spread the love

Related posts

સદનસીબે કોઈ જાનહાનિ નહીં:અમદાવાદના પાલડીમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

Team News Updates

કર્ણાટકમાં બે કલાકમાં 8.26% વોટિંગ:સીતારમણે કોંગ્રેસને મૂર્ખ ગણાવી, ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ પત્ની સુધા સાથે લાઇનમાં ઉભા રહીને વોટિંગ કર્યું

Team News Updates

ગુજરાત છોડીને કેનેડા ગયા હવે બન્યા સેવક/કેનેડામાં મુશ્કેલી આવે તો ‘લતાબહેનને મળી લ્યો..’

Team News Updates