News Updates
NATIONAL

રિક્ષાવાળાએ પોલીસનું તાળું તોડ્યું!:અમદાવાદના એરપોર્ટ પાસે ગેરકાયદે પાર્કિંગ કરેલી રિક્ષામાં ટ્રાફિક પોલીસે લોક માર્યું, ચાલક લોક તોડી ને સાથે લઈ ગયો

Spread the love

અમદાવાદના એરપોર્ટ પાસેના રસ્તામાં ટ્રાફિક પોલીસને ગેરકાયદેસર પાર્ક કરેલી એક રિક્ષા ધ્યાનમાં આવી હતી. જેની આસપાસ તપાસ કરતા તે રિક્ષાનો ચાલક ત્યાં નજરે ન પડતા ટ્રાફિક જવાનો રિક્ષાના આગલા વ્હીલમાં લોક મારીને જતા રહ્યાં હતા. જે બાદ રિક્ષા ચાલકે આવીને વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આમતેમ લોકને હલાવી અને લાતી મારીને તોડી નાખ્યું હતું. આટલું જ નહીં આ રિક્ષાચાલક લોકને તોડ્યા બાદ તેને પોતીની સાથે લઈને જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક કારસવારે પોતાના ફોનના કેમેરામાં કેદ કર્યો હતો.

રસ્તા પર પડેલી રિક્ષામાં પોલીસે લોક માર્યું
અમદાવાદના એરપોર્ટ પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની નજીક કાર પાર્કિંગ આવેલું છે. ત્યાં એક રિક્ષા લોક મારેલી પડી હતી. રસ્તાની વચ્ચોવચ રિક્ષા પડી હોવાથી ટ્રાફિક પોલીસે નિયમભંગ કરવાના કારણે રિક્ષામાં લોક માર્યું હતું. ભર બપોરે 42 ડિગ્રી ગરમીની વચ્ચે ટ્રાફિક પોલીસ આ લોક મારીને જતા રહ્યાં હતા. જે બાદ ટ્રાફિક કર્મચારીઓ પરત આવે તે પહેલા રિક્ષાનો ચાલક ત્યાં આવી ગયો હતો અને તેણે આસપાસ જોય અને રિક્ષાનું લોક ખોલવાનું શરૂ કરી દીધું હતું.

રિક્ષાચાલક લોક સાથે લઈ ફરાર
પ્રથમ તેણે રિક્ષાને લોક સાથે ઘસડવાનું શરૂ કર્યું હતું. તેમ છતાં લોક ન ખુલતા થોડીવાર બાદ તેના પર વજન લાવીને લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે તો તે લોક ઉપર ચડી ગયો હતો. 10થી 15 મિનિટ સુધી તે અમને આમ કરતો રહ્યો હતો. આસપાસના કેટલાક ટેક્સીચાલકો પણ આ બધું જોઈ રહ્યા હતા. થોડીવારમાં રિક્ષાનું લોક તૂટી ગયું અને આ રિક્ષાવાળો તૂટેલા લોકને લઈને ત્યાંથી રફ્ફુચક્કર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના કારચાલકે કેમેરામાં કેદ કરી
આ ઘટનામાં પહેલા રિક્ષાચાલકે નિયમનો ભંગ કર્યો અને ત્યારબાદ તેણે દંડ ભરવાની જગ્યાએ લોક જ લઈને ભાગી ગયો હતો. આ ઘટના ગુરુવારને બપોરના સમયની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક કારસવારે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. વીડિયો બાદ પોલીસે રિક્ષાચાલકની શોધખોણ હાથ ધરી છે.

આ એક પ્રકારનો ગુનો છેઃ ટ્રાફિક DCP સફીન હશન
આ મામલે અમદાવાદ શહેરના ટ્રાફિક DCP સફીન હશને કે, આ એક પ્રકારનો ગુનો છે અને જવાબદાર સામે કાર્યવાહી થઈ શકે છે. આ વીડિયો જોયા બાદ અમે કાર્યવાહી કરીશું.


Spread the love

Related posts

ભારતીય રેલવેમાં નીકળી વેકેન્સી:31 મે સુધી અરજી કરો, 1.60 લાખ સુધીનો પગાર મળશે

Team News Updates

સીરિયામાં વિદ્રોહી જૂથે મિલિટરી એકેડમી પર કર્યો હુમલો, 100થી વધુના મોત, 240 ઘાયલ

Team News Updates

નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી:વડોદરા નજીક વોક્સવેગન કાર ભડકે બળી, યુવક-યુવતીનો બચાવ, ભીષણ આગ સમયે બાજુમાંથી જ ઈન્ડિયન ઓઈલનું ટેન્કર પસાર થયું

Team News Updates