News Updates
ENTERTAINMENT

વિવાદો વચ્ચે જુનિયર એનટીઆરે લગ્નમાં 100 કરોડ ખર્ચ્યા:ઓડિયો ઇવેન્ટમાં 10 લાખ ફેન્સ માટે 9 સ્પેશિયલ ટ્રેન દોડી, 80 કરોડના ખાનગી જેટના માલિક

Spread the love

જુનિયર એનટીઆર ઉર્ફે નંદમુરી તારકા રામારાવ આજે 40 વર્ષના થઈ ગયા છે. 1991માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરનાર NTR આજે દક્ષિણના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર પૈકી એક છે. હાલમાં જ તેમની ફિલ્મ ‘RRR’ ના ગીત નાટુ-નાટુએ પણ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફેન ફોલોઇંગની રેસમાં NTR રજનીકાંત અને MKT જેવા સાઉથ સુપરસ્ટાર્સ સાથે સ્પર્ધમાં છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, 2004માં તેમની ફિલ્મ ‘આંધ્રાવાલા’ના ઓડિયો લોન્ચ વખતે 10 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. ક્રેઝ એટલો હતો કે સરકારે આ ઓડિયો લોન્ચ ઈવેન્ટ માટે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવી હતી.

ફેન્સ NTRને જેટલો પ્રેમ કરે છે, NTR પણ તેના ફેન્સને પ્રેમ કરે છે, આ જ કારણ હતું કે તેણે પોતાના લગ્નમાં જ 12 હજાર ફેન્સને આમંત્રણ આપ્યું હતું. આ લગ્નમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એનટીઆરની કુલ સંપત્તિ 440 કરોડ છે, સાથે જ તેમની પાસે 80 કરોડની કિંમતનું ખાનગી જેટ પણ છે.

આજે એનટીઆર 40 વર્ષના થવાના અવસરે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો-

જુનિયર એનટીઆરના દાદા આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ હતા
20 મે, 1983 ના રોજ જુનિયર એનટીઆરનો જન્મ થયો હતો. એનટીઆરના પિતા નંદામુરી હરિકૃષ્ણા લોકપ્રિય તેલુગુ અભિનેતા હતા, જ્યારે તેમના દાદા એનટી રામારાવ અભિનેતા તેમજ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન હતા. જુનિયર એનટીઆરનું નામ દાદાજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જુનિયર એનટીઆરએ દાદાજીની ફિલ્મ ‘બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું, જેમણે શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.

17 વર્ષની ઉંમરે પ્રથમ ફિલ્મ મળી
જ્યારે દક્ષિણના નિર્દેશક રાઘવેન્દ્ર રાવને ખબર પડી કે એસ.એસ.રાજામૌલી ફિલ્મ ‘સ્ટુડન્ટ નંબર 1’ માટે નવા છોકરાની શોધમાં હતા, ત્યારે તેમણે જુનિયર એનટીઆરનું નામ સૂચવ્યું હતું. એનટીઆરના ઓડિશનથી પ્રભાવિત થઈને, રાજામૌલીએ તેમને પોતાની ફિલ્મમાં સાઈન કર્યા પરંતુ તે પહેલાં તેમણે નિન્નુ ચુદલાની સાથે ડેબ્યુ કર્યું. તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી.આ પછીના વર્ષે જ ‘સ્ટુડન્ટ નંબર 1’ (2001), ‘આદી’ (2002), ‘સિંહાદ્રી’ (2003) ફિલ્મ બાદ જુનિયર એનટીઆરની ગણના સાઉથના ટોચના કલાકારોમાં થવા લાગી હતી.

સરકારે 10 લાખ ફેન્સ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરી
2004માં NTRની ફિલ્મ ‘આંધ્રવાલા’ની ઑડિયો લૉન્ચ ઇવેન્ટમાં 10 લાખ લોકોએ હાજરી આપી હતી. ભારતીય સિનેમાની સૌથી મોટી ઘટના કહેવાય છે. એનટીઆર પોતે હેલિકોપ્ટરમાં ઇવેન્ટમાં પહોંચ્યા હતા. ઓડિયો લોન્ચથી એટલી ભીડ એકઠી થઈ ગઈ કે સરકારે 9 સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવી પડી.

ઓડિયો લોન્ચ સમયે 25,000 ફેન્સ વચ્ચે નાસભાગમાં એક ફેન્સનું મોત થયું હતું
17 માર્ચ 2013ના રોજ NTRએ હૈદરાબાદના ‘નાનકરામગુડા રામા નાયડુ સ્ટુડિયો’માં બાદશાહ ફિલ્મની ઑડિયો લૉન્ચ ઇવેન્ટ યોજી હતી. આ ઓપન એર ઇવેન્ટમાં 25 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જગ્યાને કારણે ઇવેન્ટમાં નાસભાગ મચી ગઈ, જેમાં એક ફેન્સનું મોત નીપજ્યું હતું.

સમાચાર મળતાની સાથે જ અભિનેતા પોતે મૃતક ફેન્સના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા અને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. NTRએ તે પરિવારને દત્તક લીધો અને જાહેરાત કરી કે હવેથી તે પરિવારનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે.

બાળલગ્નના આરોપ લાગ્યા બાદ લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા
જ્યારે જુનિયર એનટીઆરની સગાઈ તેલુગુ ચેનલના માલિક નરને શ્રીનિવાસની પુત્રી લક્ષ્મી પ્રણતિ સાથે થઈ, ત્યારે લક્ષ્મીની ઉંમર માત્ર 17 વર્ષની હતી. આ સમાચાર સામે આવતાં જ અભિનેતા વિરુદ્ધ બાળલગ્ન અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. વિવાદ વધ્યા પછી એનટીઆરએ લક્ષ્મીના 18 વર્ષ પૂરાં થવાની રાહ જોઈ અને 5 મે 2011ના રોજ લગ્ન કર્યા.

વિવાદ છતાં લગ્નમાં 100 કરોડ રૂપિયા ખર્ચાયા, 12 હજાર ફેન્સ પહોંચ્યા
2011માં જુનિયર NTR એ હિટલેક્સ એક્ઝિબિશન સેન્ટર, માધાપુર, હૈદરાબાદ ખાતે લગ્ન કર્યા. આ લગ્નમાં 3 હજાર હાઈપ્રોફાઈલ ગેસ્ટ સહિત 12 હજાર ફેન્સ સામેલ થયા હતા. 18 કરોડ રૂપિયા માત્ર મંડપને સજાવવામાં જ ખર્ચાયા હતા.

પત્નીએ પહેરી 1 કરોડની સાડી, લગ્ન પછી દાનમાં આપી દીધી
જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રણતિએ ફેરા ફરતી વખતે 1 કરોડ રૂપિયાની સાડી પહેરી હતી, જે સાડી લગ્ન પછી દાનમાં આપવામાં આવી હતી. તે હજુ પણ ભારતના સૌથી ભવ્ય લગ્નો પૈકી એક છે.

જ્યાં અકસ્માત થયો હતો તે જ જગ્યાએ પિતા અને ભાઈનાં મોત થયાં હતાં
2009માં જુનિયર એનટીઆરએ આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી માટે પ્રચાર કાર્ય કર્યું. 26 મે, 2009ના રોજ એનટીઆર એસયુવી લઈને ચૂંટણી પ્રચારમાંથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા તે વખતે સૂર્યપેટ ખાતે તેમની કારનો અકસ્માત થયો હતો. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે જુનિયર એનટીઆર એસયુવીમાંથી નીચે પડી ગયા હતા. તેમની સારવાર સિકંદરાબાદની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ કોલેજમાં કરવામાં આવી હતી.

યોગાનુયોગ છે કે NTRના પિતા નંદમુરીનું પણ કાર અકસ્માતમાં એ જ વિસ્તારમાં મૃત્યુ થયું હતું જ્યાં NTRની કારનો અકસ્માત થયો હતો. નંદમુરી 2018માં તેના મિત્રના ઘરે લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. તે પોતે 160ની સ્પીડે ગાડી ચલાવી રહ્યા હતા, પરંતુ પાણીની બોટલ લેવા નીચે ઝૂકતા જ કારે કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો. 2014માં જુનિયર એનટીઆરના મોટા ભાઈ જાનકીનું પણ આ જ હાઈવે પર કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

440 કરોડની નેટવર્થ, લક્ઝુરિયસ વાહનોના શોખીન
જુનિયર એનટીઆર 40 થી 50 કરોડ રૂપિયા ફી લેનારા સાઉથના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓ પૈકી એક છે. તેમની કુલ સંપત્તિ 440 કરોડ રૂપિયા છે. હૈદરાબાદના સૌથી પ્રસિદ્ધ જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં તેની પાસે એક આલીશાન ઘર છે, જેની કિંમત 25 કરોડ રૂપિયા છે. હૈદરાબાદ ઉપરાંત જુનિયર એનટીઆરની બેંગલુરુ અને કર્ણાટકમાં પણ ઘણી મિલકતો છે. NTR લક્ઝરી વાહનોના એટલા શોખીન છે કે તે લેમ્બોર્ગિની Urus Graphite Capsule ખરીદનાર પ્રથમ ભારતીય છે. એ કાર લોન્ચ કર્યાના બે દિવસ બાદ જ તેણે તે ખરીદી હતી. આ સિવાય તેના કાર કલેક્શનમાં રેન્જ રોવર વોગ, પોર્શ 718 કેમેન અને BMW 720 LD પણ સામેલ છે.

80 કરોડના પ્રાઈવેટ જેટના માલિક, જેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક રહે છે લક્ઝુરિયસ વાહનો ઉપરાંત, જુનિયર એનટીઆર પાસે ખાનગી જેટ પણ છે. તેણે આ જેટ 80 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે, જેને તે શમશાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના જેટ પાર્કિંગમાં રાખે છે.


Spread the love

Related posts

‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’ના અસિત મોદી પર પ્રહાર:કહ્યું, ‘સેટ પર અભિનેતાઓને મનાસિક રીતે હેરાન કરાય છે, મને પણ માખીની જેમ ફેંકી દીધી, જેનિફર અને મોનિકા જે કહે છે એ જરાય ખોટું નથી’

Team News Updates

IPLમાં શુદ્ધ દેશી રોમાંચ:પ્લેઓફમાં ચારેય કેપ્ટન ભારતીય; વિદેશી હેડ કોચ અને કેપ્ટનનું કોમ્બિનેશન ખરાબ રીતે નિષ્ફળ રહ્યું

Team News Updates

ભાવનગરની આરિયાનો બોલિવૂડમાં દબદબો:માત્ર એક જ વર્ષની ઉંમરમાં કરી ટીવી કરિયરની શરૂઆત, કહ્યું- આલિયા ભટ્ટ મારી ફેવરિટ, મોટી થઈ હોરર ફિલ્મો બનાવીશ

Team News Updates